પ્રવીણ પરમારે પશ્ચિમ રેલ્વેના પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
પ્રવીણ પરમાર
પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર, વેસ્ટર્ન રેલ્વે,
ભારતીય રેલ્વે પરિવહન સેવા (૧૯૮૮ બેચ) ના વરિષ્ઠ અધિકારી પ્રવીણ પરમારે પશ્ચિમ રેલ્વેના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, આ પહેલા તેઓ પશ્ચિમ રેલવેના ચીફ ક્લેમ ઓફિસર તરીકે કામ કરતા હતા,
પ્રવીણ પરમાર ભારતીય રેલવેમાં નોર્થઇસ્ટ સીમાંત રેલવે, પશ્ચિમ રેલ્વે, ઈન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) અને નેશનલ એકેડેમી ઓફ ઈન્ડિયન રેલ્વે (એન એ આઈ આર)માં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે, આપ અપર મંડળ રેલ પ્રબંધક, વડોદરા, મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક આઈઆરસીટી સી, અમદાવાદ અને નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલ્વે (એન એ આઈ આર) માં વરિષ્ઠ ફેકલ્ટી જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી છે,
પ્રવીણ પરમાર આઈ આઈ એમ - અમદાવાદ, આઈ એસ બી - હૈદરાબાદ, ઈનસીડ - સિંગાપોર અને આઈ સી એલ આઈ એફ - મલેશિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ, રેવન્યુ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામની તાલીમ મેળવી છે,
પ્રવીણ પરમાર સિદ્ધપુર (ગુજરાત) પાસેના લુણવા ગામના રહેવાસી છે , પ્રવીણ પરમારે ૧૨મા ધોરણ સુધીનું શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ની પદવી પ્રાપ્ત કરી તેમણે ઇગ્નુમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ કર્યું છે,
તેમની શાનદાર કારકિર્દીમાં, તેમને ૧૯૯૪ અને ૨૦૦૧માં બે વાર મહાપ્રબંધક કાર્યક્ષમતા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ ૨૦૦૪, ૨૦૧૫ અને ૨૦૨૦માં રેલ્વે મંત્રી હિન્દી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમને રાજભાષાના પ્રચાર પ્રસાર માટે વર્ષ ૨૦૧૬માં રેલવે મંત્રી દ્વારા રજત પદક પણ પ્રાપ્ત થયો છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.