તાલુકા પંચાયત કચેરી લુણાવાડા ખાતેથી પ્રારંભાયેલી રેલીમાં દીકરીઓએ પ્લેકાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર કરીને નગરજનોને જાગૃત કર્યા - At This Time

તાલુકા પંચાયત કચેરી લુણાવાડા ખાતેથી પ્રારંભાયેલી રેલીમાં દીકરીઓએ પ્લેકાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર કરીને નગરજનોને જાગૃત કર્યા


જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ' જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મહિસાગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે; મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવાં કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે ઉમદા આશય સાથે મહિલા સુરક્ષા રેલી તાલુકા પંચાયત કચેરી લુણાવાડા થી યોજાયેલી પદયાત્રાને જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલએ હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો.
આ પદયાત્રામાં આઈ સી ડી એસ બહેનો,એન.એસ એસ વિધાર્થી અને અન્ય સ્ટાફ દ્રારા પ્લે કાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યા હતો. બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે આઈ સી ડી એસ બહેનો,એન.એસ એસ વિધાર્થી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના -કર્મચારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જોડાયા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.