રાજકોટ મહાનગરપાલિકાના મેયર સરકારી કાર લઇને કુંભ પહોંચતા વિવાદ.
રાજકોટ શહેર તા.૧૦/૨/૨૦૨૫ ના રોજ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, મહિલા મોરચાના હોદ્દેદાર અને પરિવારજન સાથે પ્રયાગરાજ ખાતે કુંભના મેળામાં મેયરની સત્તાવાર કાર લઇને જતા આજે વિવાદ પણ ઉગી નીકળ્યો હતો. પદાધિકારીઓના આ અન્ય રાજયના પ્રવાસનો ખર્ચ પ્રતિ કિ.મી. રૂા.૨ હોવાના જુના ઠરાવ વચ્ચે આ મામલો આજે મહાપાલિકામાં પણ ગાજતા હવે પદાધિકારીઓની ગાડીનો આવો ખર્ચ બજારમાં જે પ્રતિ કિ.મી. ભાડુ ચાલતું હોય તે મુજબ વસુલવાનો ઠરાવ કરવામાં આવશે તેવું સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જાહેર કર્યુ છે. મેયર નયનાબેન પેઢડીયા ૬ દિવસ માટે પ્રયાગરાજ ગયા છે. તેઓ તા.૧૨ બાદ રાજકોટ પરત ફરવાના છે. આ દરમ્યાન તેઓ કોર્પો.ની સત્તાવાર કાર લઇને કુંભમેળામાં ગયાના અહેવાલ આજે ચાર દિવસ બાદ વહેતા થયા હતા. મેયરની ગાડી પ્રયાગરાજમાં પડી હોવાના અને આ કારમાં કપડા પણ સુકવવામાં આવ્યાના કથિત ફોટો રાજકોટ સુધી પહોંચ્યા હતા. દરમ્યાન મેયરે સરકારી ગાડીનો અંગત પ્રવાસ માટે ઉપયોગ કર્યાનો હોબાળો તેમની ગેરહાજરીમાં થતા અધિકારીઓએ પણ મંજૂરીની પ્રક્રિયાના કાગળો હાથ પર લીધા હતા. તેમણે સત્તાવાર રીતે અગાઉની વ્યવસ્થા મુજબ પત્ર લખીને કમિશનરની મંજૂરી લીધી હતી. તેમાં કિલોમીટર દીઠ ચાર્જ સહિતની નોંધ પણ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
