સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
(માહિતી બ્યુરો, બોટાદ )
બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૦૬/૨૦૨૪ સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.
ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ,સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને દંડની પણ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.