શિક્ષિકા પર જેઠે દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપી - At This Time

શિક્ષિકા પર જેઠે દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપી


અલગ રહેવા​​​​​​​ જતા ત્યાં આવી કૃત્ય આચરતો

રાજકોટમાં એક વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ ફરિયાદ કરી હતી. જેમાં તે પરણીને આવ્યાના થોડાક દિવસોમાં જ જેઠે શરીરમાં છેડછાડ કરતાં ગભરાઇને સાસુને વાત કરતા તારો જ વાંક હશે તેમ કહી દીધા બાદ જેઠ વારંવાર અડપલાં કરતા હોય, તેમજ ઘરમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પુત્રના જન્મ બાદ પતિ સાથે અલગ રહેવા જતા ત્યાં પણ આવી વારંવાર દુષ્કર્મ આચરતા હોય અંતે કંટાળી જઇ પતિને વાત કરી ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.