હળવદ નું ગૌરવ વધારતા કિશોરભાઈ એરવાડીયા - હરિદ્વાર પતંજલિ યોગ ગ્રામ ખાતે પૂજ્ય રામદેવ બાબા સાથે મુલાકાત કરી - At This Time

હળવદ નું ગૌરવ વધારતા કિશોરભાઈ એરવાડીયા – હરિદ્વાર પતંજલિ યોગ ગ્રામ ખાતે પૂજ્ય રામદેવ બાબા સાથે મુલાકાત કરી


કિશોરભાઈ એરવાડિયા એ ૫૪ વખત રક્તદાન કર્યું છે સાથે દેહદાન નો પણ સંકલ્પ કર્યો છે

હળવદ ના આલાપ સોસાયટી માં રહેતા કિશોરભાઈ છગનભાઈ એરવાડીયા અત્યારે હરિદ્વાર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત પતંજલિ યોગ ગ્રામ ખાતે યોગ ગુરુ પૂજ્ય રામદેવ બાબા સાથે મુલાકાત કરી હતી અને અંદાજે ૧૦ મિનિટ સુધી ગુજરાતી માં વાતો કરી હતી ત્યારે કિશોરભાઈ એ હળવદ ગામ નો પણ ઉલ્લેખ કર્યો હતો અને હળવદ નું ગૌરવ વધાર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એ અત્યાર સુધી ૫૪ વખત રક્તદાન કર્યું છે સાથે પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ પણ કરેલ છે સાથે અત્યાર સુધી ૧૦૦ થી પણ વધુ દર્દીઓ ને આયુર્વેદ ઉપચાર અને યોગ પ્રાણાયામ થકી તેમને સ્વસ્થ કરી અને તેમના જીવન માં અજવાળા કરવામાં કિશોરભાઈ નિમિત્ત બન્યા છે પેઢી દર પેઢી થી સુખી સંપન્ન હોવા છતાં પરોપકાર ની ભાવના તેમના માં અકબંધ છે તેમનો દીકરો પણ હાલ વિદેશ માં છે ત્યારે તેઓ નિરાભિમાની જીવન જીવી અન્ય માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે સાથે કિશોરભાઈ ૭ વખત છપૈયા ધામ પગપાળા ગયા છે જે હળવદ થી ૧૬૦૦ કિલો મીટર થી પણ વધુ થાય છે અને અનેક વખત દ્વારિકા અને બહુચરાજી પણ પગપાળા ગયા છે સાથે આશાપુરા માતાજી કચ્છ પણ અનેક વખત સાયકલ યાત્રા કરેલ છે ત્યારે કિશોરભાઈ એરવાડીયા ૬૧ વર્ષે પણ યુવાનો ને સરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે અને અનેક લોકો ને નિઃશુલ્ક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે અત્યારે યોગ ગુરુ બાબા રામદેવ જી સાથે ૧૦ મિનિટ વાર્તાલાપ કરી અને હળવદ નું ગૌરવ વધાર્યું છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image