વિસાવદર આર્ય સમાજ આયોજિત વિનામૂલ્ય નેત્રયજ્ઞ પૂર્ણ - At This Time

વિસાવદર આર્ય સમાજ આયોજિત વિનામૂલ્ય નેત્રયજ્ઞ પૂર્ણ


"વિસાવદર આર્ય સમાજ આયોજિત વિનામૂલ્ય નેત્રયજ્ઞ પૂર્ણ રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ના સહકારથી યોજાયેલનૅત્રયજ્ઞ નુ દીપ પ્રાગટ્ય કરતા વિસાવદરના વતની અને હાલ કેનેડા ટોરેન્ટો રહેતા શ્રી દિનેશભાઈ ફુલચંદભાઇ ગાઠાણી , અલ્પાબેન દિનેશભાઈ ગાઠાણી દંપતી સહ હાજર રહી ને પ્રાગટ્ય કરતા કહ્યું કે "પહેલું સુખ તે જાતે નર્યા " એ કહેવત છે તે આપણી કાઠીયાવાડી કહેવત છે અને ખરેખર મારું વતન તો વિસાવદર જ છે પણ અમે પરિવાર સાથે છેલ્લા 32 વર્ષથી કેનેડામાં વસવાટ કરીએ છીએ આરોગ્ય લક્ષી અને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે આર્યમાજ મંદિર દ્વારા થાય છે તે વંદનીય કાર્ય છે અને મને અહીંયા બધાનૅ સેવા કરતા ભાઈઓ બહેનોને મળવા મળ્યું તે બદલ હું બધાને વંદન સાથે જય જિનેન્દ્ર કરું છું , અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી માલાબેન હિતેશભાઈ ગાઠાણીએ કહ્યું કે આજે આર્ય સમાજ મંદિર ની પુણ્ય ભૂમિમાં જે સદ પ્રવૃત્તિ થાય છે તેનો વધુમાં વધુ લોકો ઍ લાભ લેવો જોઈએ અને સંપૂર્ણ વિના મૂલ્ય મોતિયાના ઓપરેશનથી નેત્રમણી તેમજ દવા - કાળા ચશ્મા અને ભોજનની સેવાનો લાભ લઈને દિવ્ય દ્રષ્ટિ મેળવવી જોઈઍ અતીથી વીષૅસ અદિતિબૅન મારૂ , અનસુયાબૅન ગાજીપરા,શ્રી હિતેશભાઈ ગાઠાણી , છગનભાઈ માલવિયા , ધનસુખભાઈ ગઢીયા , સમજુભાઈ વેકરીયા પણ હાજર રહેલ હતા ડૉકટર સીતારામ મિશ્રા ઍ નીદાનકરી નૅ કુલ ૧૪૨ દર્દીઓની ઑ.પી. ડી. થયૅલ અનૅ ૫૩ દર્દીઓને ઑપરૅશન માટે રવાના કરવામાં આવેલ હતા, કેમ્પને સફળ બનાવવા માટે કિશોરભાઈ રીબડીયા , ડોક્ટર જગદીશભાઈ નિમાવત , જીતુ પરી , સામજીભાઈ ગાજીપરા , જીતુપરી ભોલેનાથ , હાર્દિકભાઈ વિઠલાણીએ મહેનત ઉઠાવેલ હતી તેમ આર્યમાજના મંત્રી શ્રી સી. વી.ચૌહાણની યાદી જણાવે છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.