ધંધુકા ની શ્રી ડી.એ. ઇંગ્લિશ એકેડેમી ધંધુકા ખાતે સમર કેમ્પનો આનંદમય આરંભ
ધંધુકા ની શ્રી ડી.એ. ઇંગ્લિશ એકેડેમી ધંધુકા ખાતે સમર કેમ્પનો આનંદમય આરંભ
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ શ્રી ડી.એ. ઇંગ્લિશ એકેડેમી દ્વારા બાળકો માટે 21 એપ્રિલથી 26 એપ્રિલ 2025 સુધીના આનંદમય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.
આજે, કેમ્પના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું રીબન કાપી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું .ત્યારબાદ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોને ક્રાફ્ટ પ્રવૃત્તિ અંતર્ગત બ્રેસલેટ બનાવવાનું શીખવવામાં આવ્યું. ગરમીથી રાહત મેળવવા માટે વિદ્યાર્થીઓને આઇસક્રીમ પણ પીરસવામાં આવ્યો હતો.
દિવસ દરમિયાન ડાન્સ અને વિવિધ ઍક્ટિવિટીઝ થકી વિદ્યાર્થીઓએ ભરપૂર આનંદ માણ્યો અને એક યાદગાર દિવસ પસાર કર્યો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
