બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અને પ્રોગ્રામ અધિકારીની ઉપસ્થિતિમાં બોટાદ ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અને પ્રોગ્રામ અધિકારીની ઉપસ્થિતિમાં બોટાદ ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો


(અસરફ જાંગડ)
તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી આઈ.સી.ડી.એસ બોટાદ ખાતે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી. જેનો મુખ્ય હેતુ આઈ.સી.ડી.એસ ના તમામ લાભાર્થી તથા છેવાડા ના લોકો સુધી ટેક હોમ રાશન (માતૃશક્તિ, બલશક્તિ, અને પૂર્ણાશક્તિ), મિલેટ (શ્રીઅન્ન) અને સરગવા માંથી બનતી પોષણ યુક્ત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન અર્થે સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્રેની કચેરીના તમામ કર્મચારી, આંગણવાડી કાર્યકર તેમજ આદર્શ એ.એસ.ડબલ્યુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સામાજીક કાર્યકરો હાજરી આપી હતી. પોષણ ઉત્સવ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકા દ્વારા કૃતિ રજુ કરવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા નાટક તેમજ કિશોરી દ્વારા વિશેષ સિદ્ધી પ્રાપ્ત કરેલ તે અંગે અનુભવ રજુ કરવામાં આવ્યો. તેમજ કિશોરીઓનું HB તપાસ કરવામાં આવી. તેમજ આંગણવાડી કેન્દ્ર ના ભૂલકાને તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ વાનગી માટે આવેલ પ્રથમ એક થી ત્રણ નંબર ને સર્ટીફીકેટ આપવામાં આવે. તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું. અને સરકાર દ્વારા નિર્ધારિત કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image