સુઈગામ વિસ્તારના રણમાં વસતા વન્યજીવોના આશ્રયસ્થાન પર રણમાફિયાઓની તરાપ પર રોક ક્યારે.?.??
બનાસકાંઠાના પશ્ચિમે ભારત-પાકિસ્તાનની સરહદે આવેલ નડાબેટનું રણ....
વન્યજીવોનો આશરો અને વિદેશી જળપક્ષીઓનું હનીમૂન સ્થળ હવે ઔદ્યોગિકરણમાં ફેરવાઈ જવાના આરે.
રણમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામા પાછી પાની કરતું તંત્ર રાજકીય દબાણમાં છે કે શું.??
સેંકડો વન્યપ્રાણી -પક્ષીઓ માટેનું આશ્રિત રણ તંત્રના વાંકે ઔધોગિકરણમાં ફેરવાઈ જશે કે શું.??
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના પશ્ચિમી દિશામાં આવેલ અફાટ રણ જે ભારત-પાકિસ્તાનની બોર્ડર સુધી વિસ્તારાયેલ છે, આ રણ આમતો ઘુડખર માટેનું કુદરતી સહારો છે, ઘુડખર તેમજ રણમાં વરુ શિયાળ,લોમડી વગેરે પ્રાણીઓનું અંતિમ પડાવ સ્થાન છે, સાથે-સાથે ચોમાસામાં વરસતા વરસાદના કારણે આ રણ એક દરિયામાં પરિવર્તીત થઈ જાય છે એટલે શિયાળા દરમિયાન અહીં લાખોની સંખ્યામાં વિદેશી જલપ્લાવિત પક્ષીઓ આવે છે.જે જોવાનો એક લ્હાવો અનેરો છે,આ રણમાં અનેક બેટ હોવાથી ચોમાસા દરમિયાન વન્ય જીવો બેટ પર આશરો લે છે ત્યારબાદ તમામ રણમાં વન્ય જીવો જોવા મળે છે આ રણમાં ફોરેસ્ટ વિભાગ અને ઘુડખર અભયારણ્ય કાર્યરત છે, જેના કારણે આમ પબ્લિકને રણમાં પરવાનગી વિના વિડીયો ફોટો કે પ્રવેશ કરવા પણ પ્રતિબંધ છે,પરંતુ જાણવા મળતી માહિતી મુજબ રાજકીય ઓથા હેઠળ અનેક રણમાફિયાઓ દ્વારા આ રણમાં મીઠું પકવવા માટે હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જાઓ કરી નડાબેટ વેટલેન્ડ નું પાણી લેવામાં આવે છે, જેના લીધે ગુજરાત ની સૌથી મોટી વેટલેન્ડ નેસ્તનાબૂદ થઈ જાય આ પ્રકારનું અમાનવીય કૃત્ય કરવામાં આવી રહયું છે, જેના કારણે વન્ય જીવો અને શિયાળા દરમિયાન આવતા વિદેશી પક્ષીઓ માટેનું આ રણ હવે રણમાફિયાઓએ બાનમાં લીધું હોવાથી આરક્ષિત ઘુડઘર અને સેંકડો વન્યજીવો સહિત અહીં શિયાળાના ચાર મહિના માટે હનીમૂન મનાવવા આવતા વિદેશી પક્ષીઓનું પણ જીવન જોખમાઈ રહ્યું છે, જો કે આ બાબતને લઈ સુપ્રિમ કોર્ટે પણ ચિંતા કરી સુઓમોટો આધારે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે,
તેમ છતાં અહીંના રાજકીય ઈશારે ચાલી રહેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે એક જ પ્રશ્ન થાય કે શું બનાસકાંઠા રેવન્યુ વિભાગ આવી ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પચાવી પાડનાર ઈસમો વિરૃધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 મુજબ કાર્યવાહી કરશે? કે રાજકીય ઈશારે નાચ કરી રહેલા માફીયાઓ અને સરકારી બાબુઓ મળી ને કુદરતની અણમોલ ભેટ અને લાખો પક્ષીઓ ના આશ્રય સ્થાન અને કુદરતી સૌંદર્યથી ભરપુર રણ થોડા સમયમાં હતું ના હતું કરી નાખશે,રણમાં આશ્રિત સેંકડો વન્યજીવો લુપ્ત થઈ જશે,જો જવાબદાર તંત્ર રાજકીય દબાણમાં આવ્યા સિવાય વન્યજીવોનો આશરો તેમજ વિદેશી પક્ષીઓના આ હનીમૂન સ્થળને બચાવવા તટસ્થ પ્રયત્ન કરે તે જરૂરી છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
