કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે જીલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા ‘ કાર્યક્રમ યોજાયો - At This Time

કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે જીલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા ‘ કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા ‘ કાર્યક્રમ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે વડાપ્રધાનશ્રીનો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો.પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે લાઇવ સંવાદ કર્યો. બોર્ડ પરીક્ષાને કેવી રીતે તણાવ મુક્ત કરી શકાય એ સહિત પુછાયેલા વિવિધ સવાલોના પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં જવાબ આપી વિદ્યાર્થીઓ શિક્ષકોને જીવનના પાઠ શીખવ્યા. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો.જેમાં આગામી માર્ચ 2024 માં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે, તેમનામાં આત્મવિશ્વાસ જળવાઈ રહે અને એક સકારાત્મક માનસિકતા સાથે પરીક્ષા આપે તે હેતુસર પરીક્ષા પે ચર્ચા-2024 નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા, શિક્ષણ નિરીક્ષણ સુનીલભાઈ પારગી, એસ.બી.મેણા, એ.પી.સોલંકી, BRC,CRC,શાળાના આચાર્ય ,સ્ટાફગણ તથા વાલીમિત્રોની ઉપસ્થિતિમાં શાળાના ધોરણ 9 થી 12ના તમામ બાળકો સાથે આ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.