કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને જળ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની હાજરીમાં નાના સખપુર ગામે ગણેશભાઈ જાડેજાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે ભવ્ય લોક ડાયરો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને જળ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની હાજરીમાં નાના સખપુર ગામે ગણેશભાઈ જાડેજાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે ભવ્ય લોક ડાયરો.
ગોંડલ આજે દિવસેને દિવસે લોકો પાણીને પાગલ ની જેમ ઉલેચવા લાગ્યા છે. જેનાથી પાણીના, જમીનની અંદર તળ સામાન્ય રીતે 500 થી 2500 ફૂટ સુધી ઊંડા જતા રહ્યા છે. આવા સમયે ક્યારેય પાણીની અછત ઊભી ન થાય તેવા હેતુથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના પાદરમાં વિશાળ સરોવર બનાવવા માટે ભવ્ય લોક ડાયરા નું આયોજન થયેલ તેના કલાકાર શ્રી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, ગાયક કલાકાર મયુરભાઈ દવે, ગાયક કલાકાર રશ્મીતાબેન રબારી દ્વારા લોકોને ખૂબ હાસ્ય અને સંગીત સાથે પાણીનું જતન કરવા માટે જણાવેલ આ ડાયરામાં આજુબાજુના ગામના વિસ્તારના લોકો ,નાના સખપુર ગામના, સુરત,અંકલેશ્વર, અમદાવાદ, રાજકોટમાં રહેતા ઉદ્યોગપતિઓ,વેપારીઓ અને દાતાઓ પણ આવેલા હતા. અને આ ડાયરામાં વધુમાં વધુ પાણી નું જતન થાય તેના માટે નાના મોટા લોકોએ આર્થિક સહયોગ આપેલો. આ કાર્યક્રમ નું આયોજન નાના સખપુર ગામના જળ સમિતિ દ્વારા કરવામાં આવેલું જેનો આર્થિક સહયોગ ગણેશભાઈ ગોંડલ દ્વારા કરવામાં આવેલો હતો.
આ કાર્યક્રમમાં મહેમાન શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ખાસ પધારેલા હતા. જેને જણાવેલ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી દ્વારા સમગ્ર પ્રકૃતિની રક્ષા થાય અને ભારત દેશનો આર્થિક અને શારીરિક વિકાસ થાય તેવા હેતુથી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં શહેર અને ગામડાના લોકો વરસાદી પાણીને યોગ્ય જતન કરવાના કાર્યમાં જન ભાગીદારી થી જોડાઈ જાય અને પાણી પ્રશ્નનો કાયમી હલ કરે જ્યાં જરૂર પડે ત્યાં સરકારશ્રી ની અચૂક મદદ કરીશ. તેવું જણાવેલ,ગુજરાત રાજ્યના જળ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા નર્મદાના શેહેર અને ગામડામાં પહોચાડવા માટે યોજના દ્વારા જે પાણીની વ્યવસ્થા અલગ અલગ રીતે થઈ રહી છે, તેની જીણવટ ભરી માહિતી આપી હતી. તેને ખાસ જણાવેલ કે જ્યાં જ્યાં પાઇપલાઇન નીકળી છે, તેનાથી ત્રણ કિલોમીટર એરિયામાં વધુમાં વધુ ચેકડેમ રીપેર, ઊંડા ,ઊંચા અને નવા બને તેના માટે પાણીની જરૂરિયાત ઊભી થાય તો નર્મદાના પાઇપ થી પાણી ભરાઈ શકે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. અને જન ભાગીદારી થી જેટલું કાર્ય સરળ થાય એટલું કરવા જણાવેલ છે.
આ લોકડાયરાનો આયોજન ગણેશભાઈ ગોંડલ દ્વારા કરવામાં આવેલ હતું તેને જણાવેલ કે હું ગામડામાં લોકોના સુખાકારી માટે ખુદ જાગૃત થવું પડશે અને વર્ષોથી થતા રીત રીવાજ બદલી ને ખેતી ને સમૃદ્ધ બનાવવા માટે જો કોઈ ઉતમ કાર્ય હોઈ તો તે વરસાદી પાણીનું જતન કરવું તેથી પોતાના પરિવાર,ગામ અને દેશની આર્થિક સ્મૃધિમાં ખુબ મોટો વધારો થાશે.આ કાર્યક્રમમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો કે, હવે સમય આવ્યો છે, વરસાદી શુદ્ધ પાણીને સૌથી પહેલા પોતાના ખેતરોમાં ખેત તલાવડી દ્વારા, ગામમાં ચેકડેમો દ્વારા ફળિયાઓમાં રીચાર્જ બોર દ્વારા કોઈપણ ભોગે વરસાદી પાણીને બચાવવું અતિશય જરૂરી છે. કારણ કે ૫૦ વર્ષ પહેલા વહેતા નદીના પાણી થી ખેતી થતી અને આજે ૫૦૦ થી ૨૫૦૦ ફૂટે પાણી તળમાં ઊંડે જતું રહ્યું છે. તો હવે કોઈપણ કારણસર વરસાદની તંગી વર્તાય તો અતિશય ભયાનક પરિસ્થિતિ ન આવે તેના માટે ગામે ગામ સંદેશો પહોંચે અને લોકો આવા કાર્યક્રમથી આત્મનિર્ભર બને તેવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયાસ ને વધુમાં વધુ વેગ મળે અને દરેક ગામડાઓમાં પાણી માટે આત્મનિર્ભર બને તેવા હેતુથી આ ભવ્ય લોકડાયરો નું આયોજન થયેલ હતું જેનું સંચાલન સંજયભાઈ સખીયા જસદણ વાળા દ્વારા કરવામાં આવેલું.
આ લોકડાયરામાં હવે સાધુ સંતોએ પણ વરસાદી પાણીને જીવત દાતા સમજીને લોકોને સમજાવવા માટે શ્રી વિજયદાસ બાપુ -રાધા કૃષણ મંદિર, શ્રી ધનશ્યામ બાપુ રાજપીપડા, શ્રી રામદયાળ દાસબાપુ, શ્રી ગોપાલદાસ બાપુ, શ્રી ઉપેન્દ્રદાસ બાપુ વગેરે બાપુએ આશીર્વાદ આપેલા તેમજ અમરેલી દેવગામ થી અરવિંદભાઈ લાવડીયા તેમજ આજુબાજુના સરપંચો અને ગ્રામ્જન્ય ખાસ પધારેલ હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના સખપુર ગામના લોકો અને શ્રી નાના સખપુર સમિતિ, રાજકોટ, અમદાવાદ, અંકલેશ્વર અને સુરત થી પધારેલા દાતા અને ઉદ્યોગપતિ શ્રી રવજીભાઈ રામાણી, અરવિંદભાઈ બુસા, ગોરખભાઈ આહીર, સુરેશભાઈ દેસાઈ, મધુભાઈ બુસા, જીગ્નેશભાઈ બુસા, રાજુભાઈ બુસા, ગૌતમ દેસાઈ, હિરેનભાઈ બુસા, જગદીશભાઈ બુસા, જેન્તીભાઈ બુસા, રમેશભાઈ માંડલણકા, જીલ્લુભાઈ દેથડીયા, કરશનભાઈ ભેળા વગેરે લોકો દ્વારા ખૂબ મોટી જહેમત ઉઠાવેલ હતી.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર,કિશોરભાઈ કાથરોટિયા,મનીષભાઈ માયાણી વગેરે હાજર રહીને લોકોમાં ઉત્સાહ વધારી .
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.