બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂ.૧૪,૦૦,૦૦૦/ (૧૪ લાખ) ની અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. મહીસાગર - At This Time

બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂ.૧૪,૦૦,૦૦૦/ (૧૪ લાખ) ની અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. મહીસાગર


પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબંધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.

બાલાસીનોર ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ સરવરીયા ગામે દસ દિવસ પહેલા રાત્રીના સમયે મોબાઇલની દુકાન તોડી તેમાંથી અલગ અલગ કંપનીના મોબાઇલ કુલ નંગ- ૫૧ ફોન જેની કિં રૂ. ૧૪,૨૪,૯૪૯/- ચોરાયેલનો બનાવ બનેલ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.કે.ખાંટ સાહેબ નાઓને મળેલ ચોક્ક્સ માહીતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે રૂ.૧૪,૨૪,૯૪૯/-ની કિંમતના મોબાઇલ ફોન તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ મારૂતી ઝેન ગાડી તથા બે મોબાઇલ મળી કુલ રૂ. ૧૫,૦૪,૯૪૯/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડેલ અને બાલાસીનોર ટાઉન પો.સ્ટે.ના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

→ આરોપીઓએ કબુલ કરેલ અન્ય ચોરીની વિગત-

આરોપીઓ રાત્રીના સમયે રોડ ઉપરની પાન-ગલ્લાની દુકાનો તેમજ ખાસ કરીને કરીયાણાની દુકાનોની અગાઉથી રેકી કરી ગેસ કટર વડે દુકાન તોડી ચોરી કરવાની ટેવ વાળા છે. આરોપીઓએ પંચમહાલ, મહીસાગર, ખેડા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.

(૧) પંચમહાલ જિલ્લાના ગોધરા મુનલાઇટ વિસ્તારમાં આશરે દોઢેક માસ પહેલા કરીયાણાની દુકાનમાં કરીયાણાનુ સામાન તથા રોકડ રકમની ચોરી કરેલ.

(૨) ખેડા જિલ્લાના ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં આશરે બે-અઢી માસ પહેલા પાન પડીકીની દુકાનમાં વિમલ તથા સીલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરેલ.

અરવલ્લી જિલ્લાના બાયડ માધવ ચોકડી આશરે દોઢેક માસ પહેલા હોલસેલ કરીયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરેલ.

(૪) મહીસાગર જિલ્લાના ધોળી ડુંગરી ચોકડીથી વિરપુર રોડ ઉપર બાર ચોકડી ખાતે આશરે એકાદ માસ પહેલા પાન-મસાલાના ગલ્લામાંથી સીલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરેલ.

(૫) મહીસાગર જિલ્લાના બાલાસિનોર દેવ ચોકડી તરફ આશરે દસ દિવસ પહેલા મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ નંગ ૫૧ કિ.રૂ. ચૌદ લાખ (૧૪ લાખ) ની ચોરી કરેલ.

(૬) મહીસાગર જિલ્લાના હાડોડ ત્રણ રસ્તા ખાતે આશરે પંદરેક દિવસ પહેલા કરીયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરેલ.

(૭) અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર ચોકડીથી શામળાજી રોડ તરફની આશરે એકાદ માસ પહેલા પાન-મસાલાના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરેલ.

(૮) ખેડા જિલ્લા ઠાસરા રેલ્વે સ્ટેશનની સામે આશરે એકાદ માસ પહેલા કરીયાણાની દુકાનનુ શટલ તોડવાનો પ્રયાસ કરેલ.

પકડાયેલ આરોપીઓના નામ-

(૧) ફિરોજ S/O મોહમંદ રફીક ભિસ્તી રહે, શિગલ ફળીયા, મીમ મસ્જીદ પાસે, ગોધરા તા. ગોધરા જી- પંચમહાલ

(૨) સાદીક S/O મોહમંદ રફીક ભિસ્તી રહે, શિગલ ફળીયા, મીમ મસ્જીદ પાસે, ગોધરા તા. ગોધરા જી- પંચમહાલ

→ કામગીરી કરનાર અધિકારી કર્મચારી-

એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.કે.ખાંટ, પો.સ.ઇ. શ્રી.પી.એમ.મકવાણા, પો.સ.ઇ. શ્રી કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ધર્મેદ્રભાઇ ભેમાભાઇ, અહેકો ધર્મેશકુમાર રમણભાઇ, આહેકો માધવસિંહ અર્જુનસિંહ, આહેકો મહિપાલસિંહ ઉમેદસિંહ, આહેકો દિલીપકુમાર મોજદાન, આહેકો પંકજસિંહ પ્રુથ્વિસિંહ, આપોકો ભરતભાઇ રણછોડભાઇ, અપોકો શૈલેષકુમાર શનાભાઇ, આપોકો અશ્વિનકુમાર મણિલાલ, અ.પો.કો.વિક્રમસિંગ ફુલસિંગ, ડ્રા.એ.એસ.આઇ. સુભાષચંદ્ર ઉમિયાશંકર, ડ્રા, પો.કો.દિનેશભાઇ તખતસિંહ, ડ્રાહેકો જયદિપસિંહ ભારતસિંહ, ડ્રાહેકો રયજીભાઇ ભાવસિંહ,વગેરે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.