સાબરકાંઠા જિલ્લામાં ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપ ૨૦૨૪-૨૫ યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપ ૨૦૨૪-૨૫ યોજાશે


સાબરકાંઠા જિલ્લામાં ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપ ૨૦૨૪-૨૫ યોજાશે
*****
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં થશે. આ વર્કશોપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળી રહે તે છે. આ હેતુને ધ્યાને લઈને છ થી ચૌદ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન કરાશે. વર્કશોપનું સ્થળ તથા સમય નક્કી થયેથી કચેરી દ્વારા આપને વોટ્સ એપ પર જાણ કરવામાં આવશે. જેનું પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી જન્મના આધાર પુરાવાની ઝેરોક્ષ જોડી તા. ૧૨/૧૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ રોડ હિંમતનગર, સાબરકાંઠા ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાનું રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image