ધંધુકા તાલુકાના ગુંજાર અને તગડી ગામે શાળામાં ૧૦૮ નું ડેમોસ્ટેશન કરવામાં આવ્યું
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ગુંજાર અને તગડી ગામે શાળામાં ૧૦૮ નું ડેમોસ્ટેશન કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ધંધુકા તાલુકાના ગુંજાર અને તગડી ગામે ૧૦૮ ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ ગુંજાર અને તગડી ગામે શાળાઓ ખાતે ૧૦૮ વાનનું માર્ગદર્શન ૧૦૮ ધંધુકા ના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને આપવામાં આવ્યું હતું અને ૧૦૮ ના પઇલોટ વનરાજસિંહ વાળા અને ઇ.એમ.ટી. અશોકભાઈ જમોડ મારફત ૧૦૮ વાનનું શું મહત્વ છે. તે જણાવવામાં આવ્યું હતું. આ વાનનો ઉપયોગ કઇ રીતે કરવો તેમજ ૧૦૮ માં ઇમરજન્સી સારવાર અર્થે કયા કયા સાધનો આપવામાં આવેલ છે. તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે તેમજ કોઇ ઇમરજન્સી ધટના ઘટે તો ૧૦૮ નો કઇ રીતે સંર્પક કરવો તેવા અલગ અલગ રીતે ૧૦૮ ધંધુકાના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન આપાયું હતું. શાળાના સ્ટાફ પરિવાર તથા ગ્રામજનો 108 ની નવી એપ ડાઉનલોડ કરી તે કેવી રીતે કામ કરે તેના વિશે માર્ગદર્શન મેળવ્યું હતું
કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું, પુર, અને આગ લાગે ત્યારે તકેદારીના ભાગ રૂપે શું કરવું જોઈએ તેનું માગદર્સન અને જરૂરી માહિતી અંગે જુદા જુદા ચાર્ટનું વિદ્યાર્થીઓ ને શાળાના સ્ટાફ દ્વારા વાંચન કરાવ્યું હતું અને વિદ્યાર્થીઓને મહત્વની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.