સાઉથ આફ્રિકાના ભારતીય મુસ્લિમ ભાઈઓ પૂર પીડિતોની વ્હારે આવ્યા, ભાલોદ મોટી ભગોળ પૂરમા પડી ગયેલ મકાનો બનાવવાનો તમામ ખર્ચની જવાબદારી સંભાળી. - At This Time

સાઉથ આફ્રિકાના ભારતીય મુસ્લિમ ભાઈઓ પૂર પીડિતોની વ્હારે આવ્યા, ભાલોદ મોટી ભગોળ પૂરમા પડી ગયેલ મકાનો બનાવવાનો તમામ ખર્ચની જવાબદારી સંભાળી.


નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે આ પુરમા ભાલોદ મોટી ભાગોળ ગામે પુરના પાણીમા બે મકાનો પડી જતા પરીવાર જનો મુશ્કેલીમા મુકાયા હતા ત્યારે મુળ ભારતીય મુળના સાઉથ આફ્રિકામા રહેતા સોયેબ ભાઈ પટેલ,મહંમદ ભાઈ કડુજી અને ઈકરામ ભાઈ નુનીયા પીડીત પરીવારોની વ્હારે આવી પૂરના પાણીમા નાશ પામેલ મકાનો બનાવી આપવાનુ નક્કી કર્યુ હતુ
જે અંતર્ગત ઝીયાઉદદીન કાઝી,ઈબ્રાહીમ કાઝી આંક્રોદ,ફારૂકભાઈ અદાત,મોઈન કાઝી, સ્થાનિક પત્રકાર મલેક યસદાની,સલીમભાઈ શેખ વગેરેનાઓએ પીડીત પરીવારોની મુલાકાત લઈ થયેલ નુકશાનની સંપૂર્ણ વિગત સાઉથ આફ્રિકામા રેહાતા મુસ્લિમ ભાઈઓને આપતા તેઓ પીડીત પરીવારોને મદદરૂપ થવા આગળ આવી તેઓએ આ મકાનો બનાવવાનુ સંપૂર્ણ ખર્ચ ઉપાડી મકાનો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.