વકીલના ઘરે જ ચોરી ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે રાત્રી દરમ્યાન અજાણ્યા ઈશમોએ દરવાજો તોડી ઘરમાં ઘૂસી રોકડ સહિત દાગીના ચોરી કરી પલાયન થઇ ગયા હતા.પોલીસે ગુન્હો દાખલ કરી ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે રાત્રી દરમ્યાન અજાણ્યા ઈશમોએ દરવાજો તોડી ઘરમાં ઘૂસી રોકડ સહિત દાગીના ચોરી કરી પલાયન થઇ ગયા હતા.બ્રાહ્મણવાડા ગામના વાઘેલા અતુલભાઈ કનુભાઈ જેઓ વકીલાતનુ કામ કરે છે.અને બ્રાહ્મણવાડામાં પોતાનું મકાન આવેલું છે જેમાં અતુલભાઈ વાઘેલા દ્વવારા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
વિગત એમ છે કે અતુલભાઈ પોતે અને તેમના પિતા કનુભાઈ મહેસાણા હતા અને કનુભાઈને પગનું ઓપરેશન કરાવવા માટે સંકુજ હોસ્પિટલમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.એ અરસામાં ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં રહેતા તેમના ભાણી માનસીનો કોલ આવેલો હતો.અને અતુલભાઈને જણાવ્યું હતું કે તમારા ઘરનો નકુચો તૂટલો છે અને દરવાજો ખુલ્લો પડ્યો છે જે ઘરમાં ચોરી થઇ ગઈ હોય એવુ લાગે છે તો તાત્કાલિક બ્રાહ્મણવાડા આવો ત્યારે અતુલભાઈ એમના કાકા પરેશભાઈને સાચી વિગત માટે ઘરે મોકલ્યા હતા.
ત્યારબાદ વાઘેલા અતુલભાઈ તેમના પિતાને શંકુજ હોસ્પિટલ દાખલ કરીને પોતાના ઘરે આવ્યા હતા.અને ઘરમાં જઈને જોયું ત્યારે ઘરમાં તમામ સરસામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટ તૂટેલું પડ્યું હતું.તેમજ બીજા રૂમમાં તપાસ કરતા લોખંડની તિજોરી પણ તૂટલી હાલતમાં જોવા મળી હતી. તિજોરીના લોકરમાં રાખેલા તમામ દાગીના ચોરી થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં અતુલભાઈ વાઘેલાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જઈને બનાવ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી જેમાં અતુલભાઈના ઘરની તિજોરી માંથી સાડા પાંચ તોલા સોનાના દાગીના જેમાં એક તોલાની કિંમત 65,000 રૂપિયા લેખે કુલ કિંમત 3,57,000 રૂપિયા તેમજ ચાંદીના દાગીના આશરે 1 કિલો 400 ગ્રામ જેની એક કિલોની આશરે કિંમત 80,000 રૂપિયા લેખે કુલ કિંમત 1,12,000 મળી સોના ચાંદીનાની કુલ કિંમત 4,69,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોઈ ઊંઝા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આઈ પી સી કલમ,454,457 અને 380 મુજબનો ગુન્હો દાખલ કરી ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.