સખી વન સ્ટોપ સેન્ટર બોટાદનાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ તેણી ઉજવણી કરવામાં આવી
સખી વન સ્ટોપ સેન્ટર બોટાદનાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ તેણી ઉજવણી કરવામાં આવી
ભારત સરકાર પુરુસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર બોટાદમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે.આ સેન્ટર મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી સાહેબ અને દહેજ પ્રતિબંધક અધિકારી અને સહરક્ષણ અધિકારી હેતલબેન દવે અને ફિલ્ડ ઓફિસર સોહિલ સર ,OSC નાં સંચાલક ભાવનાબેન મારૂ ,PBSC કાઉન્સેલર,181,DHEW સ્ટાફ,V.M.K સ્ટાફ તથા WCD સ્ટાફની હાજરી માં OSC સેન્ટરમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ તેણી ઉજવણી કરેલ.ઉજવણીનાં ભાગ રૂપે સખી વન સ્ટોપ સેન્ટર નાં કેન્દ્ર સંચાલક દ્વારા કેક કટિંગ કરવામાં આવેલ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી અને DPO શ્રી હેતલબેન દવે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ અને ટીમ WCD બોટાદ નાં તમામ વિભાગોના કર્મચારી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ અને ઉજવણી બધાએ સાથે ભોજન લઇ પૂર્ણ કરેલ.આ સેન્ટરમાં કુલ ૮૩૦કેસ આવેલા જેમાં ૮૨૧ કેસો નું સુખદ સમાધાન કરાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.