ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એ જેતપુરમાં બોર રીચાર્જ ની શરૂઆત કરી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એ જેતપુરમાં બોર રીચાર્જ ની શરૂઆત કરી.
જેતપુર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભિયાનના ભાગ રૂપે જેતપુર પ્રાંત અને મામલદાર અધિકારીની સાથે રહીને જેતપુર ઇન્ડસ્ટ્રીઝના દરેક કારખાનામાં બોર રીચાર્જની શરૂઆત કરી.
શ્રી જેતપુર ડાંઈગ & પ્રિન્ટીંગ એસો. ના પ્રમુખશ્રી જેન્તીભાઈ રામોલીયા દ્વારા દરેક કારખાનેદારને વિનંતી કરીને જણાવેલ છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનનો જેતપુર માં વધુમાં વધુ એટલે કે ૨૦૦ થી વધુ કારખાનામાં રિચાર્જ બોર કરીને જમીનમાં શુદ્ધ પાણી ઉતરે અને તેનાથી જેતપુરની વર્ષો જૂની જે છાપ છે, તે મટી અને શુધ્ધ પાણી મળે તો દરેક કારખાના વાળાઓ આ કાર્યમાં જોડાશે તેવું જણાવેલ.શ્રી જેતપુર ડાંઈગ & પ્રિન્ટીંગ એસો. ના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ વેકરીયા એ જણાવ્યું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી જેતપુર કારખાનામાં વધુમાં વધુ બોર થાઈ તેવી પ્રમુખે ખાત્રી આપી છે કે, પાણીનું એક કે ટીપું કીમતી છે, તો આ શુધ્ધ પાણી બચાવવા માટે બોર અને ચેકડેમ કરવા માટે દરેક કારખાના માલિકોને અપીલ કરી છે.મહેશભાઈ ગજેરા એ જણાવેલ કે ટૂંકા ખર્ચામાં ૩૦૦ થી વધુ કારખાના જોડાશે અને ખૂબ વિશાળ જથ્થામાં શુધ્ધ અને મીઠું પાણી જમીનમાં ઉતરવાથી કેમિકલ વાળા પાણીથી મુક્તિ મળશે કારણ કે “જળ એ જીવન છે” અને શુદ્ધ પાણી હોય તે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદો થશે તો દરેક લોકોને વિનંતી કરી છે કે ,જેતપુર ડાઇગ એન્ડ પ્રિન્ટિંગ એસૌ.ના પ્રમુખ જે કાર્ય ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે કરી અને ખૂબ ઉમદા કાર્ય કરે છે ,અને વધુમાં વધુ બોર સાથે ચેકડેમ બને તેવી આશા વ્યક્ત કરેલ છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્ય ને વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા,જમનભાઈ પટેલ, મામલદારશ્રી પટોળીયા સાહેબ, પ્રમુખશ્રી જયંતીભાઈ રામોલીયા, જેતપુર સિંચાઈ વિભાગ ગોસ્વામી સાહેબ, સંજયભાઇ વેકરીયા, ચેતનભાઇ જોગી, જેનીશભાઇ પાદરીયા, જતીનકુમાર વડાલીયા, ચેતનભાઈ આંબલીયા, પ્રવિણભાઇ નંદાણીયા, મનસુખભાઇ વાઘાણી, મહેશભાઇ ગજેરા,રતિલાલ ખાચરીયા,જીતેન્દ્રભાઇ સતાસીયા, લલીતભાઇ રાઠી, જતીનભાઈ રાઠી, હિરેનભાઈ જોગી, વિઠ્ઠલભાઈ રામોલિયા, જયંતિભાઇ રામોલિયા, રોહિતભાઇ પડીયા, હિતેશકુમાર પડીયા, મૌલેશભાઇ રાંક, મુકેશભાઇ પીપળીયા, નિલભાઇ વડાલીયા, વિજયભાઇ આશરા, પ્રશાંતભાઈ આશરા, વિરેનભાઈ જોગી, મનિષભાઇ નંદાણીયા, શૈલેષભાઇ નંદાણીયા, અભિજીતભાઈ આંબલીયા, જયંતિભાઈ ઠુંમર, પ્રતિકભાઈ ઠંમર, હિતેષભાઈ રાદડીયા, સંજયભાઈ.પીપળીયા,જયવીરભાઇ ભુવા, અભિષેકભાઈ કાછડીયા વગેરે ભાઈઓ હાજર રહયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.