મોલમાં સાથે નોકરી કરતા એક તરફી પ્રેમ થયો, જોબ છોડી જતી રહેલી છોકરીનો કોન્ટેક્ટ ન થતા તરૂણે ઉંદર મારવાની દવા પીધી - At This Time

મોલમાં સાથે નોકરી કરતા એક તરફી પ્રેમ થયો, જોબ છોડી જતી રહેલી છોકરીનો કોન્ટેક્ટ ન થતા તરૂણે ઉંદર મારવાની દવા પીધી


રાજકોટ શહેરના માલધારી ફાટક વિસ્તારમાં રહેતાં એક 15 વર્ષના તરૂણે ગઇકાલે સાંજે ફાટક નજીક રોડ પર ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રાતે સારવાર બાદ આ તરુણને રજા આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ તરૂણ એકાદ મહિના પહેલા જ એક જાણીતા મોલમાં નોકરીમાં જોડાયો હતો. અહીં સાથે કામ કરતી એક છોકરી સાથે પરિચય થતાં તરૂણને એ છોકરી ખૂબ ગમવા માંડી હતી. પરંતુ અચાનક જ થોડા દિવસ પહેલા આ છોકરી નોકરી છોડીને જતી રહી હતી. આ પછી તરૂણને તેને શોધવા અને તેનો ફોન નંબર શોધવા પ્રયાસ કર્યા હતા. પરંતુ છોકરીનો સંપર્ક ન થતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ કારણે રોડ પર ઉંદર મારવાની દવા પી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.