બનાસકાંઠા દાંતા ની સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે નવરાત્રિની ઊજવણી કરવામાં આવી - At This Time

બનાસકાંઠા દાંતા ની સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે નવરાત્રિની ઊજવણી કરવામાં આવી


*બનાસકાંઠા દાંતા ની સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે નવરાત્રિની ઊજવણી કરવામાં આવી.*

નવરાત્રિએ હિન્દુ ધર્મનો સૌથી લાંબો તહેવાર છે. સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આજે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે શાળાના પટાંગણમાં નવરાત્રિનો ખુબ જ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત સ્ટાફ મિત્રો એ માતાજીની આરતી ઉતારીને કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ માતાજીની આરતી ઉતારી હતી. સ્વતંત્ર રીતે સંકોચ પામ્યા વિના બહેનો ગરબા રમે તે માટે ભાઈઓ અને બહેનો માટે ગરબા ગાવાની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી હતી. થોડો સમય તો શાળા નું મેદાન ચાચર ચોક બની ગયો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. ગરબા રમવામાં સારો દેખાવ કરનાર પ્રથમ ત્રણ ભાઈઓ તથા પ્રથમ ત્રણ બહેનોને શાળાના શિક્ષકશ્રી સી બી રાવલે ભેટ પણ આપી હતી. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનને શાળા પરિવાર તરફથી મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ સમગ્ર સ્ટાફ પરિવારને અને ગરબામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનને અભિનંદન પાઠવ્યા હતા.

*અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon