સાબરકાંઠા વન વિભાગ દ્રારા કામધેનુ યુનિવર્સિટી ખાતે પાકૃતિક કિસાન શિબિર યોજાઈ
*સાબરકાંઠા વન વિભાગ દ્રારા કામધેનુ યુનિવર્સિટી ખાતે પાકૃતિક કિસાન શિબિર યોજાઈ*
***
સાબરકાંઠા જિલ્લામા હિંમતનગરના કામધેનુ યુનિવર્સિટી રાજપુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડુત લક્ષી કિસાન શિબિર યોજાઈ હતી. આ શિબિરમા ૧૫૦ થી વધુ ખેડુતો જોડાયા હતા.
આ શિબિરમા મહેસાણા વર્તુળના વન સંરક્ષણશ્રી ડૉ. કે શશીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી આવનાર પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકાય છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયમાં એકમાત્ર વિકલ્પ છે. જે મનુષ્ય સહિત પર્યાવરણ માટે પણ અનુકૂલિત છે. જે ખેડૂતોની આવક બમણી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. પ્રાકૃતિક ખેતી થકી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે. આજની આ પ્રાકૃતિક કિસાન શિબિર આવકારદાયક પ્રયાસ છે.
આ શિબિરમા ડી સી એફશ્રી શ્રેયાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ, અતિ વૃષ્ટિ, અતિશય ગરમી પડવી, જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો ઉપાય માત્ર પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધે છે. અને ખેડૂતોની આવક બમણી છે. દરેક ખેડૂત પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે તે માટે અનુરોધ કર્યો હતો.
આ શિબિરમાં આરએફઓશ્રીઓ, ફોરેસ્ટર સહિત ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
