દહેગામની હાલીસા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જગતસિંહ ચૌહાણે ફોર્મ ભરયું
દહેગામ તાલુકા પંચાયતની બે બેઠકો તેમજ જિલ્લા પંચાયત ની હાલીસા સીટની એક બેઠક માટેની ચૂંટણીની જાહેરાત બાદ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોઈ બધી જ બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો મેદાને ઉતારયાં છે.
આજે હાલીસા જિલ્લા બેઠક પરથી કોંગ્રેસે ક્ષત્રિય સમાજ પર ધ્યાન આપતા ચેખલાપગી ગામના સામાજિક આગેવાન તેમજ કાયમથી કોંગ્રેસ પક્ષ સાથે રહેલા વફાદાર જગતસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી જેથી દહેગામ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પોતાના કાર્યકરો અને તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા, દહેગામ પૂર્વ વિધાનસભા ઉમેદવાર વખતસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ ચૌધરી તથા બાબુસિંહ ઝાલા તેમજ પાર્ટીના આગેવાનો સાથે રેલી સાથે જગતસિંહ તુમ આગે બઢોના નારા સાથે ખુબ મોટી સંખ્યામાં દહેગામ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિજયી ભવના નારા સાથે ઉમેદવારી પત્ર ભરયું હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
