સિહોર તાલુકાની ધ્રુપકા શાળાના શિક્ષકને પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ ઍવૉર્ડ એનાયત
પરમ વંદનીય મોરારિબાપુના હસ્તે દર વર્ષે જાન્યુઆરી માસમાં તલગાજરડા ખાતે ચિત્રકૂટ ઍવૉર્ડ એનાયત કરી, રાજ્યના તમામ જિલ્લાના શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.આ વરસે ભાવનગર જિલ્લામાંથી સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડનું ચિત્રકૂટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવેલ.
તલગાજરડા ખાતે આવેલ પ્રભુ પ્રસાદ સ્થળે પૂ.મોરારિબાપુ,પૂજ્ય સીતારામબાપુ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિનભાઇ,ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઇ ઓઝા, મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા સહિતના મહાનુભાવો, મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષકો,આમંત્રિત મહેમાનો,ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં મહુવા તાલુકાના નિવૃત થતા ચાર શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરી તેમજ રાજ્યના 35 ઉત્કૃષ્ટ શિક્ષકોનું 25 હજારનો ચોક,સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
