અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માથી પલ્સર મોટર સાયકલ ની ચોરી કરી હિંમતનગર ન્યાયમંદીર ખાતે એટીએમ મશીન મા તોડફોડ કરી ચોરી કરવાની કોશીશ કરતા ઇસમ ને ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માથી પલ્સર મોટર સાયકલ ની ચોરી કરી હિંમતનગર ન્યાયમંદીર ખાતે એટીએમ મશીન મા તોડફોડ કરી ચોરી કરવાની કોશીશ કરતા ઇસમ ને ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ ઘરફોડ ચોરી અટકાવવા સારુ તથા આરોપી પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ . તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ ના રાત્રી ના ૦૨/૦૦ વાગ્યા ના સમયે એચ ડી એફ સી બેંક ના એન સી આર કંપનીમાથી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને એચ ડી એફ સી બેંક ના હિંમતનગર ન્યાયંમદીર મુકામે એટીએમ મા કોઇ હરકત થતી હોવાની હકીકત જણાવતા તાત્કાલીક પીએસઓ એચ સી મુકેશભાઇ અમરાજી એ સદર ચોરી ની હકીકતની જાણ ફસ્ટ મોબાઇલ ના ઇનચાર્જ એ એસ આઇ ગોવીંદભાઇ કાન્તીભાઇ ને તથા સેકન્ડ મોબાઇલ ના ડ્રા.પો.કો.વિજયકુમાર મણીલાલ કરતા તથા અમો તથા ડી સ્ટાફ ના માણસો ને પણ બનાવની જાણ કરતા પ્રથમ બન્ને મોબાઇલો તાત્કાલીક ન્યાયમંદીર ખાતે પહોચી ગયેલી અને ત્રણ ચોર ઇસમો પોલીસ ની ગાડી જોઇ પોલોગ્રાઉન્ડ તરફ ભાગેલા જેથી અમો તથા ડીસ્ટાફ ના તથા ફસ્ટ તથા સેકન્ડ મોબાઇલ ના પોલીસ ના મણસો એ તે વિસ્તાર ને કોર્ડન કરી ત્રણઇસમો પકડવા સારુ ઘેરાબંધી કરેલી જેથી ત્રણ પૈકી એક ઇસમ ને પલ્સર મો.સા સાથે પકડવા મા સફળતા મળેલી અને સદહુ મોટરસાયકલ નો ચેચીસ એન્જીન નંબર પોકેટકોપ એપ્લીકેશન મા સર્ચ કરતા સદરહુ મો.સા બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માથી ચોરી થયેલાનુ જાણવા મળેલ આમ પોલીસ ની સતર્કતા ના કારણે ચોર ઇસમો નો ચોરી નો ઇરાદો નાકામ કરી અને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૨૦૯ ૦૫૬૨૨૦૭૫૧/૨૨ ઇપીકો કલમ ૩૮૦.૪૫૭.૪૨૭.૫૧૧.૧૧૪.મુજબ ગુન્હો દાખલ કરેલછે
અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.