કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને પકડી પાડતી કુતિયાણા પોલીસ - At This Time

કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને પકડી પાડતી કુતિયાણા પોલીસ


ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૮/૧૦/૨૦૨૩
કુતિયાણાના ખાગેશ્રી ગામે વાંધારાનેશ થી ફોરેસ્ટ વિભાગની વીડી નજીકથી શીવા પાલાભાઈ ઉ.વ.૩3 રહે. ખાગેશ્રી, કુતિયાણા જી.પોરબંદરવાળા ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા તેની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા કલમ ૨૫(૧-બી) એ, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજન ગુન્હો રજીસ્ટર કરી તપાસ તજવીજ હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડીયા તથા પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા પોરબંદર જિલ્લામાં થતી ગેર કાયદેસર પ્રવ્રુતિ નેસ્તનામુદ કરવા તેમજ જિલ્લામાં ગભીર ગુન્હાઓ બનતા અટકાવવા ખાસ સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સસ્પેકટર પી.ડી જાદવ તથા કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ખાગેશ્રી ગામે વાંધારાનેશ થી ફોરેસ્ટ વિભાગની વીડી તરફ જતા કાચા રસ્તે ફોરેસ્ટ વિભાગની વીડી નજીકથી આરોપી શીવા પાલાભાઈ રઠોડ ઉ.વ.૩૩ રહે ખાગેશ્રી ગામ વાળા ને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૧૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતાં પકડી પાડી તેની સામે હથીયાર ધારા કલમ ૨૫(૧બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી કરનારમાં કુતિયાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સસ્પેકટર પી.ડી જાદવ તથા પોલીસ હેડ કોન્સ.એચ.ડી સીસોદીયા,પો.કોન્સ.ભરત ભોજાભાઈ,યશપાલસિંહ સામતભાઈ,મેરામણ પાલાભાઈ,અલ્તાબ હુસેનભાઈ ,બલદેવ મેરૂભાઈ,ચંદુ બાબુલાલ વિગેરેનાઓ રોકાયેલ હતા.
રિપોર્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.