પાટડીના મોટી મજેઠી નજીકથી 32,74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ સી બી પોલીસ
તા.23/09/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ખાસ પેટ્રોલિંગ હાથ ધરી એક લાલ કલરની બંધ બોડીવાળું અશોલ લેલેન્ડ કંપનીની આઇસર ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિત વિદેશી દારૂનો મોટો જથ્થો કવરીંગની આડમાં વિરમગામથી વાયા માલવણ થઇ કચ્છ ભૂજ તરફ જઇ રહ્યો છે.જેથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીની ટીમના પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, દિલીપભાઇ, જયેન્દ્રસિંહ અને સંજયભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર રહી માલવણ હાઇવે પર મોટી મજેઠી ગામ પાસે છટકું ગોઠવી ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલી આઇસર ગાડીને આંતરીને સઘન તલાશી લેતા આઇસર ગાડીમાં કાચની વસ્તુઓની આડમાં ચોરખાનામાં છુપાવેલો ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબીએ આ દરોડામાં ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 9274 તથા બીયર ટીન નંગ- 1416 મળી કુલ રૂ. 22,54,300ની કિંમતનો વિદેશી દારૂ, રાજસ્થાન પાસીંગની આઇસર ગાડી કિંમત રૂ.10,00,000, કવરીંગ માટે વપરાયેલી કાચની ચીજવસ્તુઓ કિંમત રૂ. 15,000 તથા મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 32,74,300ના મુદામાલ સાથે આઇસર ગાડીના ચાલક થાનારામ મગારામ જાટ ચૌધરી રાજસ્થાન વાળાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા રાજસ્થાનના આરોપીએ આ વિદેશી દારૂનો જથ્થો શેઠજીના કહેવાથી સુરત ખાતે લઇ મુંદ્રા ખાતે લઇ જવાનો હોઇ આઇસર ગાડીના ચાલકને ઝબ્બે કરી બજાણા પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી આ કેસના અન્ય આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની કાર્યવાહી બજાણા પોલિસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.