દામનગર ખાદી કાર્યાલય ખાતે વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

દામનગર ખાદી કાર્યાલય ખાતે વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે


દામનગર ખાદી કાર્યાલય ખાતે વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે
દામનગર શિશુકુંજ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પંડયા ખાદી કાર્યાલય દામનગર ચલાલા અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ-બગસરાના સંયુકત ઉપક્રમે આયોજીત વિનામુલ્યે આયુર્વેદ કુદરતી ઉપચાર સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ
તા.૨૫/૯/૨૨ ને રવિવારે સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી પંડયા ખાદી કાર્યાલય-દામનગર, માર્કેટીંગ યાર્ડની બાજુ માં યોજાશે દામનગર/ચલાલા તથા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આયોજીત આ કેમ્પમાં ભાવનગર ના અનુભવી અને અભ્યાસુ ડોકટરો રોગોનું નિદાન કરી, જરૂરી સારવાર કરશે કેમ્પ માં જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરોની સુચના મુજબ વિનામુલ્યે દવાઓ શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પરીવાર તરફથી
ભેટ આપવામાં આવશે.આ કેમ્પમાં સાંધાના રોગો, વા ના રોગો, કબજીયાત પેટના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો ડાયાબીટીસ, બી.પી., માનસીક રોગો, હરસ, મસા, ભગંદર, અનિદ્રા વગેરે નાની-મોટી બીમારી બાબતે જરૂરી નિદાન કરી, જરૂરી સારવાર સુચવવામાં આવશે તથા શકય હશે તેની ત્યા સ્થળ ઉપર સારવાર કરવામાં આવશે, તો જરૂરીયાત મંદ લોકોએ ખાસ લાભ લેવા વિનંતી છે, તેમજ તમારી આજુ-બાજુ કોઇ બીમાર હોય તો, કેમ્પ સ્થળ સુધી મોકલવા આપ સૌ આત્મજનોને આયોજકો નો અનુરોષ છે.આ કેમ્પમાં નીચેના ડોકટરો પોતાની સેવા આપશે.ડૉ.મિલનભાઇ દવે-ભાવનગર ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક-સિહોર ડૉ.દીપકભાઇ પાઠક-ભાવનગર ડૉ.નિલેશભાઇ ખારસુરીયા-ભાવનગર ડૉ.પ્રતિક્ષાબેન દવે-ભાવનગર
ખાસ નોંધ આ કેમ્પના વ્યવસ્થા બાબતે કોઈ વિગતની જરૂરીયાત જણાય તો કેમ્પ સંયોજક રાજુભાઇ ગાંધીનો સંપર્ક કરવો. મો-૯૪૨૮૩ ૨૨૩૫૫, ૯૪૦૯૧ ૮૬૩૭૫ કરવા વિનંતી આ નામાંકિત અને અનુભવી ડોકટરો આવે છે, તેથી તેમનો લાભ લેવા વિનંતી કેશ કાઢવાનો સમય સવારે ૮-૦૦ થી બપોરેના ૧ર-૦૦ સુધી જ રહેશે.જુના રીપોર્ટ હાથ વગા હોય તો સાથે લાવવા વિનંતી છે. જે તે રોગોનું નિદાન કરાશે અને જરૂરીયાત પ્રમાણે સારવાર કરવામાં આવશે આયોજક સ્વજીભાઇ સોલંકી / પ્રાગજીભાઈ પટેલ કાઠીયાવાડ ખાદી મંડળ-ચલાલા મો.૯૪૨૮૩ રર૩પપ - ૯૮૭૯૪ ૩૮૩૭૦ ગીતાબેન જાગાણી (આસોદર, લાઠી) ટ્રસ્ટીશ્રી-વિશ્વ વાત્સભ્ય માનવ ટ્રસ્ટ-બગસરા ની યાદી માં જણાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »