બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ અને વયોવ્રુધ્ધ મતદારો માટે મતદાન જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લાના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાશિનોર ખાતે વયોવ્રુધ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગ્રુતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વયોવ્રુધ્ધ અને દિવ્યાંગ મતદારોને લોકશાહીના પાવન પર્વમાં દરેક મતનુ મહત્વ સમજાવી મતદાન મથક પર તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે, પીવાના પાણીની સુવિધા, સુગમ્ય , રેમ્પ, વ્હિલચેર, સ્વયંસેવકો, દિવ્યાંગ અને વયોવ્રુધ્ધ મતદાતાઓ માટે અલગ લાઈન વગેરે જેવી સગવડો વિશે જાણકારી આપવામાં આવી.
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ફોર્મ-૮ દ્વારા દિવ્યાંગ મતદાતા તરીકે ફ્લેગીંગ કરાવી શકે છે તે વિશે માહિતી આપવામાં આવી. ભારતીય ચુંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે સક્ષમ મોબાઈલ એપ શરુ કરવામાં આવેલ છે તેના વિશે સમજ આપી સક્ષમ એપ મારફત અથવા બી.એલ.ઓ. દ્વારા ફોર્મ-૮ દ્વારા દિવ્યાંગ મતદાતા તરીકે ફ્લેગીંગ, ઘરે બેઠા મતદાન કરવા માટે ફોર્મ ૧૨ ડી ની સુવિધા, મતદાન મથક પર વ્હિલચેર કે સહાયકની સેવા મેળવવા માટે માંગણી કરી શકે છે. ઈ.વી.એમ. નિદર્શન કરાવીને ઈ.વી.એમ. દ્વારા મતદાન વિશે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, શાળાના આચાર્ય, ગામના દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.