જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ યોજાયો


સારી કામગીરી કરનાર પીઅર એજ્યુકેટર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરનુ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા

મહીસાગર આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ અને આયુષમાન ભારત સ્કુલ હેલ્થ એન્ડ વેલ્નેશ પ્રોગ્રામ (AB-SHWP) અંતર્ગત વર્ષ: ૨૦૨૪-૨૦૨૫ માં ઉત્કુષ્ટ કામગીરી કરનાર પીયર એજ્યુકેટર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરને સન્માનિત કરવાના ઉમદા હેતુસર “ Best Performing PE and HWA Annual Award Program” નું આયોજન જીલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને લુણાવાડા, જીલ્લા પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું.

આ પોગ્રામમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કરેલ ઉત્ક્રુષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી તથા ફિલ્ડ લેવલથી મળતી ફીડબેક રજુ કરવામાં આવ્યા તથા આગામી સમયમાં વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગે ખુબ જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આગામી વર્ષમાં કોમ્યુનીટી લેવલે અને ફેસીલીટી લેવલે સંકલનમાં રહી ગુણવત્તા સભર સારી કામગીરી કરવા અંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ધ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા સારી કામગીરી કરનાર પીઅર એજ્યુકેટર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરનુ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા અધિકારીશ્રી, અધીક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી, હેલ્થ સ્ટાફ તમામ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image