શ્રી સરકારી માધ્યમિક શાળા, (RMSA) કંથકોટ દીક્ષાંત સમારોહ અને વાર્ષિકોત્સવ યોજાયો
આજ રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા, (RMSA) કંથકોટ તા-ભચાઉ માં ધોરણ 10 ની તૃતીય બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને શાળાનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં એસ.એસ.સી. માર્ચ - 2023 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પ્રથમ- પરમાર સુમન રામજીભાઈ દ્વિતીય - પરમાર સુમિતા હીરાભાઈ અને તૃતીય - સંઘાર મમતા કેશરભાઈને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બોર્ડની પરીક્ષામાં ધોરણ - 10 ના વિષયો પ્રમાણે શાળામાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરણ - 9 માં ગત વર્ષે ઉજ્જવળ પરિણામ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને શાળાને યાદગીરીરૂપે ભગવાન બુદ્ધની છબી ભેટમાં આપી હતી. ગામના અગ્રણીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં હાજર રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી પોતાના આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક શાળાના શિક્ષિકો શ્રી. જ્યોત્સનાબેન અને શ્રી ગણપતભાઇએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જીવણભાઈ પરમાર અને વંદનાબેન ઠાકરની સેવાઓ ઉત્કૃષ્ટ રહી હતી. કાર્યક્રમમાં શાળા દ્વારા બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન - વ્યવસ્થાપન શાળાના આચાર્ય શ્રી. કૌશિકકુમાર આચાર્યના માર્ગદર્શન હેઠળ થયું હતું.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.