ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત છે. જેમાં ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય, નવોદય, સૈનિક, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા એકલવ્ય પ્રવેશ પરીક્ષા તારીખ -૨૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ પ્રવેશ પરીક્ષા હોવાથી સંજેલી તાલુકાના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાના વિશેષ માર્ગદર્શન માટે ફ્રી સેમીનારનું આયોજન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરાથી અશ્વિનભાઈ સંગાડા સાહેબ દ્વારા એકલવ્ય પરીક્ષા પદ્ધતિ માળખા વિશે સમજ આપી હતી. પેપર કેવી રીતે ઓ. એમ. આર પદ્ધતિથી લખી શકાય તેની સમજ આપી હતી. સુખસર કેન્દ્રના સંચાલક રાજુભાઈ મકવાણાએ એકલવ્યના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સેમીનારનું આયોજન ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષા ની શુભેચ્છા આપવામાં આવી હતી. આ સેમિનારમાં ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. અને દિલીપકુમાર મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.