હળવદની સરા ચોકડીએ સ્વ. પુનરવસુભાઈ એચ.રાવલ (ખેડૂત ભવન) પ્રવેશ દ્વાર ખુલ્લો મુકાયો
શિશુમંદિરના પૂર્વ પ્રમુખ અને મુક સેવક તરીકે બિરૂદ મેળવનાર સ્વ. પુનરવસુભાઈની સ્મૃતિમાં રૂ.21 લાખના ખર્ચે ગેટનું નિર્માણ
હળવદ શહેરમાં આવેલ શિશુ મંદિરના પૂર્વ પ્રમુખ અને મુક સેવકનું બિરૂદ મેળવનારા એવા સ્વ.પુનરવસુભાઈ એચ.રાવલ (ખેડૂત ભવન)ની સ્મૃતિમાં હળવદ નગર ખાતે પ્રવેશ દ્વારનું નિર્માણ કરી તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
હળવદના સરા રોડ ઉપર આ પ્રવેશ દ્વારનું તેમના પુત્ર મનીષભાઈ પી.રાવલ અને કેદારભાઈ પી.રાવલ દ્વારા રૂ.21 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.સ્વ.પુનરવસુભાઈ એચ.રાવલ 1968માં બીએસસી થયેલા હતા. તેઓ કેરોસીન,મશીનરી અને હાર્ડવેરના ધંધામાં સફળતા હાંસલ કરી 56 વર્ષ સુધી ખેડૂત ભવન મેગામોલ ચલાવ્યો હતો.વધુમાં તેઓએ શિશુ મંદિરના પ્રમુખ તરીકે પણ ખૂબ સેવા આપી હતી.આ દરમિયાન તેઓએ મુક સેવકનું પણ બિરૂદ મેળવ્યું છે.તેઓના સાદગીભર્યા જીવને અનેક લોકોને પ્રેરણા આપી છે.તેઓની સ્મૃતિમાં આ ગેટનું નિર્માણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
