શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઘેરૈયાની ટોળીએ નાચગાન કરીને આકર્ષણ જમાવ્યું
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામા આવી હતી.જેમાં લોકોએ ભારે ઉત્સાહભેર પર્વને મનાવ્યો હતો.ખાસ કરીને હોળી બાદ ધુળેટીના દિવસે ગામલોકો ભેગા થાય છે. અને અવનવા વેશ ધારણ કરે છે.સાથે સાથે ઘેરેયા પણ બને છે. અને ઢોલના તાલે પંરપરાગત હોળીના ગીતો ગાઈને નાચગાન કરે છે. આજકાલ ડીજે પર હોળીના ગીતો વગાડીને પણ નાચગાન કરે છે. સાથે સાથે જેઓ ફળિયા,મહોલ્લામા જઈ નાચગાન કરે છે.નાચગાન કરનારા ઘેરૈયાઓને લોકો ગોઠ એક પ્રકારની હોળીમા આપવામા આવતી ભેટ પણ આપે છે. શહેરા તાલુકાના પુર્વ પટ્ટીના ગામોમા આ પ્રકાર રીતે ધુળેટી પર્વની ઉજવણી કરવામા આવે છે. સાથે એકબીજા પર રંગો લગાડીને ઉજવણી કરવામા આવી હતી.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.