ઈડર તાલુકાના ઝુંમસર ગામ નજીક રામદેવ પીર ના મંદિરે બીજ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time

ઈડર તાલુકાના ઝુંમસર ગામ નજીક રામદેવ પીર ના મંદિરે બીજ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


ઈડર તાલુકાના ઝુંમસર ગામ નજીક રામદેવ પીર ના મંદિરે બીજ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
: આજ રોજ તારીખ 17/9/23 ને રવિવાર ના દિવસે ઈડર તાલુકાના ઝુમસર ગામ નજીક આવેલા તળાવ ના કિનારે બનેલ ભવ્ય રામદેવ પીર ના ભવ્ય મંદિર ખાતે ભાદરવા સુદ બીજ ના દિવસે માનવ મહેરામણ ઊમટી પડયું હતું.
મંદિર ના શિખરે બાવન ગજ ની ધજા ચઢાવવામાં આવી હતી, મંદિર ના ગાદીપતિ શ્રી મગનદાસજી બાપુ અને શ્રીમતી લક્ષ્મી બેન (માતાજી) એ આવનાર ભક્તો ને આશીર્વાદ આપ્યા હતા અને ભજન અને ભોજન નો કાર્યક્રમ યોજાયો હતો.
ગઈ કાલ થી વરસાદ સતત ચાલુ હોવા છતાં ભક્તો રામદેવ પીર ના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી પ્રસાદ લઈ આશીર્વાદ મેળવ્યા હતા.
રિપોર્ટર અમિત જોશી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.