માળીયા હાટીના તાલુકા વીરડી ગામનાં કારડીયા રાજપૂત નવયુવાનની હત્યાનો ભેદ ઉકેલતી માળીયા હાટીના પોલીસ
જૂનાગઢ જીલ્લા રેન્જ આઈજી મયંક ચાવડા તેમજ એસપી રવિ તેજા વાસમશેટી, એલસીબી, એફ એસ સેલ ,ડીવાયએસપી, સહિતના અધિકારી ઓ તાત્કાલિક સ્થળ ખરાઈ કરી હત્યારાઓ ને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
માળીયા હાટીના વીરડી ગામનો કારડીયા રજપૂત યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ની લાશ વિરડી ગામેથી અર્ધો કીલો મીટર દૂર માળીયાહાટીના તરફ જતા પુલ નીચેથી વિરડી ગામના જ યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ. 40 ની લાશ પડી હોવાના સમાચાર મળતાં માળીયા હાટીના પોલીસના પી એસ આઇ બી.કે ચાવડા તથા સ્ટાફ ધટના સ્થળે દોડી અકસ્માત કે પછી હત્યા છે તે આ કેસમાં શંકાસ્પદ લાગતા ઉડાણ પૂર્વક તપાસ કરતા હત્યા હોવાનું જાણવા મળ્યું હતું
માળીયા હાટીના પીએસઆઇ બી.કે.ચાવડા સહિતના પોલીસ સ્ટાફ ની તપાસના ધમધમાટ અંતમાં મૃતક ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ની પત્ની સુધા ઊં વ 34 અને તેમનો પ્રેમી અમરાપુર ગામના વતની ભરત નાથા વાઢીયા ઊં વ 39ને પોલીસે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ હત્યાની કબુલાત આપતા
પોલીસ તાપસના અંતે મૃતકના પત્ની ભરત નામના શખ્સ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે બંને આરોપીને પોલીસે પકડી તપાસની તજવી હાથધરી આગળ વધુ તપાસ માળીયા હાટીના પોલીસે ચક્રોગતિમાન વધુ તેજ કર્યા
માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે.ચાવડા તેમજ માળીયા હાટીના પોલીસે ગણતરીની કલાકો માં આરોપીને પકડી પાડતા માળીયા હાટીના પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી કરતા માળીયા હાટીના તાલુકાની જાહેર જનતાએ ખરા હૃદય પૂર્વક આભાર માન્યો હતો હૃદય પૂર્વક આભાર માન્યો હતો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.