શિશુવિહાર ની બુધસભા માં ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકાર,નાટ્યકાર અને કર્મવીર શ્રી મધુ રાય પધારશે
શિશુવિહાર ની બુધસભા માં ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકાર,નાટ્યકાર અને કર્મવીર શ્રી મધુ રાય પધારશે
ભાવનગર ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકાર, નાટ્યકાર અને કર્મવીર શ્રી મધુ રાય ભાવનગરના અતિથિ બન્યા છે. તારીખ ૯ એપ્રિલે, બુધવારે સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર બુધસભામાં તેઓશ્રી "કવિતા અને હું" વિષય પર વક્તવ્ય આપશે. શ્રી પરેશભાઈ ત્રિવેદીના સંકલન નીચે યોજનાર બુધસભામાં નવલકથા આધારે બનેલા ફિલ્મ "વૉટ્સ યોર રાશી" અને "મિસ્ટર યોગી" જેવી ફિલ્મો અને ટીવી સિરિયલો ઉપરાંત "કુમારની અગાશી", "સંતુ રંગીલી" જેવા નાટકો અને તાજેતરમાં પ્રકાશિત"રૂપ રૂપના અંબાર" જેવા વાર્તા સંગ્રહોથી ખ્યાતનામ મધુરાય બુધસભામાં એમની પ્રિય કવિતાઓ વિશે રસપ્રદ વાતો મુકશે.
શહેરના ગદ્યકારો અને કવિતા રસિકોને દેશના જાણીતા સાહિત્યકાર શ્રી મધુરાય સાથેનો સંવાદ સાંભળવા ભાવભર્યું નિમંત્રણ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
