ઓગડીયા પેઢીમાં કામ કરતા એજન્ટે ઠગાઇ કરી, ઊંઝા પી.મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની પેઢીમાંથી 60 લાખ રૂપિયા લઇ નાસી છૂટેલા એજન્ટ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
પી, મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીમાં કામ કરતો એજન્ટ 60 લાખ રૂપિયા લઇ નાસી છૂટ્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પી, મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામથી પટેલ રાકેશભાઈ આંગડીયા પેઢી ચલાવે છે. આ પેઢીની ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં બ્રાન્ચો પણ ચલાવી રહ્યા છે. જેની મુખ્ય હિસાબી ઓફિસ ઊંઝા સરદાર કોમ્પલેક્ષમાં દુકાન નં. G-2020માં આવેલી છે. જે પેઢી પટેલ રાકેશભાઈ સિવાય અન્ય બીજા છ ભાગીદારો પણ ચલાવી રહ્યા છે. જેમાં ઊઝા ખાતેની પેઢી એજન્ટ તરીકે યોગેશકુમાર કાન્તીલાલ પટેલને ચલાવવા માટે આપી હતી.
પી, મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની આંગડીયા પેઢીની બ્રાન્ચ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આવેલી છે. જે પેઢીમાં એજન્ટ તરીકે ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભીને પેઢીની જવાબદારી આપવામાં આવી હતી. તેમજ અવાર-નવાર તેઓ નાગપુરથી ઊંઝા તેમજ ઊંઝાથી નાગપુર ખાતેની પેઢીઓના રોકડ નાણાં લાવવા તથા લઈ જવાની જવાબદારી સંભાળતા હતા. ગઇ તારીખ 11/06/2024ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે મહારાષ્ટ્રની આંગડીયા પેઢીના એજન્ટ ધર્મેન્દ્રસિંહ ડાભી નાગપુર ખાતેની પેઢીથી રોકડ રકમ રૂપિયા 60,00,000 (સાઈઠ લાખ) લઈને ઊંઝા ખાતે હિસાબી પેઢીની ઓફિસમાં જમા કરાવવા આવવા નિકળ્યો હતો. ત્યારે તારીખ 12/06/2024ના રોજ સવારના આશરે નવેક વાગ્યે ધર્મેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, હું ઊઝા ખાતે પહોંચી ગયો છું. તેવી વાત પટેલ રાકેશભાઈને કરી હતી.
ત્યારબાદ સાંજના આશરે સાતેક વાગ્યે પટેલ રાકેશભાઈએ ઊંઝા ખાતેની પેઢીના એજન્ટ યોગેશભાઈ પટેલને પેઢીના હિસાબ બાબતે તપાસ કરેલી તે વખતે યોગેશભાઈ પટેલે રાકેશભાઈને જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ ડાભી ઊંઝા પેઢીએ આવેલા નથી કે તેઓએ નાગપુર બ્રાન્ચના હિસાબની કોઇ રોકડ રકમ પણ જમા કરાવી નથી. તેવી વાત કરતા પટેલ રાકેશભાઈએ ધર્મેન્દ્રસિંહના મોબાઈલ નંબરો ઉપર કોલ કરેલો અને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે ધર્મેન્દ્રસિંહ ડાભીના ઘરે તપાસ કરતા ઘરે મળી આવ્યા નહીં. ત્યાર બાદ પી, મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપનીના માલિક પટેલ રાકેશભાઈએ આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
જેમાં ઊંઝા પોલીસે પેઢીના રૂપિયા 60,00,000 લાખની છેતરપિંડી કરનાર ડાભી ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 406, 409, 420 મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી હતી.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.