રાજકોટ ગોમટા ચોકડી પાસેથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ ગોમટા ચોકડી પાસેથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ ગોમટા ચોકડી પાસેથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય જે અન્વયે P.I વી.વી.ઓડેદરા તથા એચ.સી.ગોહીલ ની રાહબરી હેઠળ LCB સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા જે દરમ્યાન શંકાસ્પદ કાર રોકવા જતા કાર ચાલકે તેના હવાલાવાળી કાર ઉભી રાખેલ નહી અને કાર ગોંડલ તાલુકાના ગોમટા ચોકડીથી આગળ નેશનલ હાઇ-વે રોડ રામ હોટલ પાછળ દેવ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે કાર રેઢી મુકી તેનો ચાલક નાશી ગયેલ જે કારમાંથી દેશીદારૂ નો જથ્થો મળી આવતા કાર ચાલક વીરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે. નીશાન કંપનીની શની મોડલની કાર રજી નં-GJ-03-EC-7099 વાળીનો ચાલક મુદ્દામાલ (૧) દેશીદારૂ લી.૪૮૦ કિ.રૂ.૯૬,૦૦૦ (૨) નીશાન કંપનીની શની મોડલની કાર નં-GJ-03-EC-7099 વાળી કી.રૂ.૨,૦૦,૦૦૦૦ કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૯૬,૦૦૦ નો માલ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image