મહીસાગર જિલ્લાના રૈયોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 120 મો એપિસોડ સમગ્ર દેશમાં પ્રસારિત થયો જેમાં દેશના જીવંત પ્રસારણ કરવાના પસંદગી થયેલા 17 સ્થળોમાંથી ગુજરાત રાજયના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મહીસાગર જિલ્લાના રૈયોલી ડાયનાસોર પાર્કની રાષ્ટ્રીય કક્ષાએથી પસદંગી થઈ હતી. પ્રધાનમંત્રીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નિહાળવા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મન કી બાત ઇન્ચાર્જ છત્રસિંહ કે ચૌહાણ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી અજમેલસિંહ પરમાર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઉદે સિહ ચૌહાણ જયાબેન યુ ઠાકોર ચંદ્રસિંહ પરમાર સરપંચ શ્રી ગીતાબેન કે વણકર પૂર્વ સરપંચ ગુલાબસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.સ્થાનિકોએ પ્રધાનમંત્રીએ કહેલા પ્રેરક પ્રસંગો અંગે ઉત્સાહપૂર્ણ પ્રતિભાવ આપ્યો હતો.તેમજ જિલ્લાના રૈયોલી પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મન કી બાત કાર્યક્રમના 120મા એપિસોડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને ઈદ, ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા સહિત ભારતીય નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, આજે ચૈત્ર નવરાત્રિના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉપરાંત નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. ઈદનો તહેવાર આવી રહ્યો છે.આ તહેવારો ભારતની વિવિધતામાં એકતાની અનુભૂતિ કરાવે છે.
પીએમ મોદીએ આજના એપિસોડમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. જ્યાં તેણે પહેલા બાળકો અને ઉનાળાની રજાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે પીએમએ તેમના શાળાના દિવસોને યાદ કર્યા. પીએમે કહ્યું કે બાળકોએ વેકેશનના દિવસોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને કંઈક નવું શીખવું જોઈએ. પીએમે કહ્યું, બાળકો પાસે આ દિવસોમાં ઘણું કરવાનું છે, તેમને તેમની કુશળતાને નિખારવાની તક મળે છે, તેઓ ઘણા ક્ષેત્રોમાં અભ્યાસક્રમો કરી શકે છે.પીએમ મોદીએ આ પ્રસંગે MY BHARATનું વિશેષ કેલેન્ડર પણ લોન્ચ કર્યું હતું. જે ઉનાળાના વેકેશન માટે તૈયાર કરવામાં આવી છે. પીએમે કહ્યું, આ કેલેન્ડર દ્વારા, અભ્યાસ સાધનની મદદથી, તમે જાણી શકો છો કે અમારા દવા કેન્દ્રો કેવી રીતે કાર્ય કરે છે, તમે વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનો ભાગ બની શકો છો. સાથે જ તમે આંબેડકર જયંતિ પર પદયાત્રામાં ભાગ લઈને બંધારણના મૂલ્યો વિશે પણ જાગૃતિ ફેલાવી શકો છો.
ઉનાળો નજીક આવી રહ્યો છે અને ઉનાળામાં પાણીની ભૂમિકા નોંધપાત્ર રીતે વધી જાય છે, તેથી જ પીએમએ જળ સંરક્ષણ વિશે વાત કરી. લોકોને પાણી બચાવવાની અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું કે વરસાદના ટીપાંને બચાવીને આપણે ઘણું બધું પાણી વેડફતું અટકાવી શકીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના ઘણા ભાગોમાં જળ સંરક્ષણનું કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 7-8 વર્ષોમાં, ટાંકીઓ, તળાવો અને અન્ય જળ રિચાર્જ તકનીકો દ્વારા 11 અબજ ઘન મીટર પાણીનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. કેચ ધ રેઈન અભિયાનનું અદ્ભુત ઉદાહરણ આપતાં વડાપ્રધાને કર્ણાટકના ગડગ જિલ્લાનો ઉલ્લેખ કર્યો, જ્યાં સુકાઈ ગયેલા તળાવોને ગ્રામજનો દ્વારા પુનઃજીવિત કરવામાં આવ્યા હતા. પીએમએ લોકોને આકરી ગરમીમાં તેમની આસપાસના પક્ષીઓનું ધ્યાન રાખવા અને તેમને પીવા માટે પાણીની સવલત ઊભી કરી આપવાની અપીલ પણ કરી હતી.
પીએમ મોદીએ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ વખતે પહેલા કરતા વધુ લોકોએ રમતમાં ભાગ લીધો છે. તમામ ખેલાડીઓને અભિનંદન. પીએમએ કહ્યું, વિકલાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા, જેમાંથી 12 રેકોર્ડ દેશની મહિલાઓએ બનાવ્યા.
પીએમે ટેક્સટાઇલ વેસ્ટ વિશે વાત કરી. આખી દુનિયા માટે એક નવો પડકાર છે. જૂના કપડાં કાઢીને નવા કપડાં ખરીદવાનો ટ્રેન્ડ બની રહ્યો છે. તમે જે જૂના કપડાં પહેરવાનું બંધ કરો છો તે કાપડનો કચરો બની જાય છે. પીએમએ કહ્યું, સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર 1 ટકા કચરાને રિસાયકલ કરવામાં આવે છે. જ્યાકે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાપડનો કચરો ઉત્પાદક દેશ છે.પરંતુ હવે આ પડકારનો સામનો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઘણા સ્ટાર્ટઅપ્સ આ મામલે કામ કરી રહ્યા છે.
પીએમએ હરિયાણાના પાણીપતની પ્રશંસા કરી અને કહ્યું કે, તે ટેક્સટાઇલ વેસ્ટના સંદર્ભમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ પછી પીએમ મોદીએ યોગ દિવસ વિશે ચર્ચા કરી અને લોકોને પોતાના જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહિસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
