બોટાદ તાલુકામાં ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો;
રિપોર્ટ અસરફ જાંગડ
૧૦/૦૩/૨૦૨૫ ના રોજ પી.એસ.આઈ. એ.એમ રાવલ બોટાદ એસ.ઓ.જી.નાઓને ખાનગી રાહે બાતમી મળે કે બોટાદ તાલુકામાં ભદ્રાવડી ગામે રામજીમંદિર પાસે રહેણાંક મકાનની દુકાનમાં બીપુલ સુકુમાર મજમુદાર રહે. ભદ્રાવડી તા.જી.બોટાદવાળો પોતે કોઇપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી પોતે ડોક્ટર હોવાનું જણાવી પ્રાઇવેટ દવાખાનુ ચલાવે છે. જેથી એસ.ઓ.જી. સ્ટાફ તથા મેડીકલ ઓફિસરની ટીમ સાથે રાખી સ્થળ ઉપર જઇ તપાસ કરતા બીપુલ સુકુમાર મજમુદાર ઉ.વ.૩૬ રહે.ભદ્રાવડી, રામજીમંદિર પાસે આવેલ જયસુખભાઇ જીવણભાઇ કાનેટીયાના રહેણાંક મકાને તા.જી.બોટાદ મુળ રહે. કલક્તા વાળો ભદ્રાવડી ગામે હડES રોડ ઉપર આવેલ સરકારી નિશાળ પાસે રહેણાંક મકાનની દુકાનમાંથી જુદા જુદા દર્દો મટાડવાની ટીકડીઓ તથા જુદા-જુદા દર્દો મટાડવાના સિપ, ટેબ્લેટ તથા ઇન્જેકશન આપવાની સીરીજ તથા બી.પી.મીટર મળી કુલ રૂ.૧૫૦૯૫/ નો મેડીકલ પ્રેક્ટીસને લગતા મુદ્દામાલ સાથે મળી આવતા જે તમામ પંચનામાની વિગતે કબ્જે કરેલ અને મજકુર ઇસમની અંગઝડતી કરતા બીજી કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી ન આવતા મજકુર વિરૂધ્ધ મેડીકલ ઓફિસરને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
