ઉમરાળા ગામની પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમમાં કલેકટર આર.કે.મહેતા ઉપસ્થિત રહ્યા
*સરકારની વિવિધ યોજનાઓનો ૧૬ જેટલાં ગામોએ લાભ લીધો*
*"સેવા સેતુ"ના કેમ્પમાં ઉપસ્થિત સહુએ ભારત વિકાસના લીધા સામૂહિક શપથ*
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ સેવાઓ નાગરિકોને ઘર નજીક મળી રહે તે હેતુ સાથે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે,ત્યારે આજે ઉમરાળા ગામની પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૬ જેટલાં ગામોએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ઉમરાળા,ટીંબી,ઝાંઝમેર લંગાળા ભાવપરા,પીપરાળી,માલપરા,રેવા,બજુડ ગોલરામા,ધારૂકા કેરીયા,ટીંબા,ડંભાળીયા ચોગઠ,રતનપર અને ધામણકા એમ કુલ-૧૬ જેટલાં ગામના લોકોએ સરકારની વિવિધ સેવાઓનો લાભ લેવા ઉપરાંત પશુ સારવાર પણ આપવામાં આવી હતી સેવા સેતુ દરમિયાન આવક,જાતિ,ક્રિમિલેયર,ડોમીસાઇલ,વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર,દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ રાશનકાર્ડને લગતી અરજીઓ,આધારકાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ,વિધવા સહાય,વૃધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ,ગ્રામ વિકાસ,સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની નાગરીકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો એક જ સ્થળે મેળવી શકાય છે આ વેળાએ વડાપ્રધાન મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારત વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત ઉપસ્થિત સહુએ ભારત વિકાસના સામૂહિક શપથ લીધા હતા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતા,ઉમરાળા મામલતદાર પી.એ.ભીંડી,તાલુકા વિકાસ અધિકારી ભારતીબેન જોષી,BDC બેંકના ચેરમેન રસીકભાઇ ભીંગરાડિયા તાલુકા ભાજપ અધ્યક્ષ પ્રતાપભાઈ આહીર,ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ,તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.