‘સેવા એજ ધર્મ’ અને “જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ પ્રભુ સેવા”
'સેવા એજ ધર્મ' અને "જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ પ્રભુ સેવા" આ સેવા મંત્રોને સાર્થક કરતા સ્માઈલ ફાઉન્ડેશન હિંમતનગર ગ્રુપના તમામ સેવાભાવી મિત્રો..
આજના પાવન પર્વ પર એટલે કે દશેરા ( વિજયાદશમી) નિમિત્તે સ્માઈલ ફાઉન્ડેશન ના મિત્રો થકી જરીરુયાતમંદ, ગરીબ અને ભૂખ્યા માણસોને ફાફડા અને જલેબી આપવામાં આવ્યા હતા
હિંમતનગર શહેરના પંચદેવ મંદિરથી સેવાની(જમાડવાની )શરૂઆત કરવામાં આવી..... ત્યારબાદ રામેશ્વર મંદિર, નિરાશ્રિત આશ્રય ગૃહ, ટાવર રોડ, રેલવે સ્ટેશન ,બસ સ્ટેશન,હરસિધ્ધિમાતાજી મંદિર,ભોલેશ્વર મંદિર, કાટવાડ વિસ્તાર, આરટીઓ ની આજુબાજુમાં રહેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં તેમજ રસ્તામાં મળતા માણસો જેમને પણ જમવું હોય એમને પેટ ભરીને જમાડવામાં આવ્યા
સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે જરીરુયાતમંદ, ગરીબ અને ભૂખ્યા માણસો ને જમાડવામાં આવે છે
આટલું સરસ કામ(સેવા) ત્યારેજ થઇ શકે જયારે આર્થિક સાથ અને સહકાર મળી રહે તો આજે આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સ્માઈલ ફાઉન્ડેશનને એક કે બીજી રીતે આર્થિક સાથ સહકાર આપનાર તમામ દાતાઓનો અમે ફાઉન્ડેશન વતી બે હાથ જોડીને આભાર માનીયે છીએ અને આપનો સાથ સહકાર આમજ મળી રહે અને અવિરત સેવાયજ્ઞ ચાલુ રહે એજ આશા..
આજના દશેરા નિમિત્તે સેવામાં જે મિત્રો ફૂલને તો ફૂલની પાંખડી આપી સે સેવામાં યોગદાન આપ્યું છે તેમનો સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
અને ખુશીની વાત તો એ પણ છે કે સ્માઈલ ફાઉન્ડેશનના સેવા ગ્રુપમાં ઘણા આજના યુવાન વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે અને અવિરત સમયનું દાન આપીને સેવામાં હરહંમેશ તત્પર હોય છે..
તેમજ દરેક સેવાભાવી મિત્રોનો આભાર જેમને આજે અને જયારે પણ સેવાની જરૂર હોય ત્યારે તત્પર હોય છે એવા સ્માઈલ ફાઉન્ડેશન ના તમામ સેવાભાવી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર..
અહેવાલ સાબરકાંઠા આબિદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.