રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ડૉ.આંબેડકર ની પ્રતિમાં થી કલેક્ટર કચેરી સુધી ની મૌન રેલી. - At This Time

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ડૉ.આંબેડકર ની પ્રતિમાં થી કલેક્ટર કચેરી સુધી ની મૌન રેલી.


રાજકોટ શહેર તા.૫/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં તા.૭/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે સિવિલ હોસ્પિટલ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાં થી કલેક્ટર કચેરી સુધી ની મૌન રેલીમાં જોડાવવા અનુરોધ. માનનીય દલિત આગેવાન સિધ્ધાર્થ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે દલિતો ને અન્યાય થતા પ્રશ્નો અધિકારીઓ ને રજુઆતો કરવા છતા દલિતો ને અન્યાય કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા આપણા સામાજીક આગેવાન માવજીભાઈ રાખશીયાએ આત્મ વિલોપન કરી લેવાનો સરકાર ને પત્ર લખી આજ ૭-૮ દિવસ થી લાપતા છે. તંત્ર ની આંખ ખોલવા અને આપણા અધિકારોનું રક્ષણ કરવા દલિતો ઘર માંથી બહાર નીકળો તમારા સંગઠન નો પરિચય આપો, આજ તમે સુતા રહેશો તો કાલ તમારા માટે બીજા માવજીભાઈ રાખશીયા જીવન ની બાજી લગાવી ને લડવા નહીં નીકળે. જો સમાજ સુતો રહેશે તો બીજી વખત ન્યાય મળવામાં પણ વિલંબ થશે માટે જાગો દલિતો જાગો માવજીભાઈ રાખશીયા ને સાથ સહકાર આપી તેમની સાથે ખંભે-ખંભો મિલાવી ડો.આંબેડકરના સૂત્રને જાળવી રાખી એક સાથે ભેગા થઈ આપણું શક્તિ પ્રદર્શન કરીએ. આપણી સાથે છે ક ઉત્તરપ્રદેશ થી બૌધ્ધ ભંતેજી બોધ્ધર, માવજીભાઈ રાખશીયાના સમર્થન માં આવે છે. દિલ્લી થી દલિત લીડર નિડર વક્તા અનીલ ગૌતમજી આવી રહ્યા છે. કચ્છ ત્રિકમ સાહેબ ની જગ્યાના મહંત શ્રી ભરતદાસ બાપુ આવી રહ્યા છે. તો તમે તમારા હક અધિકારો માટે ઘર થી બાર નીકળો, એવી રાજકોટ દલિત સમાજ ની તમને અપીલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon