સમી તાલુકા ના તળાવો નર્મદા ના પાણી થી ભરવા માંગ - At This Time

સમી તાલુકા ના તળાવો નર્મદા ના પાણી થી ભરવા માંગ


સમી: પાટણ જિલ્લાના સમી તાલુકા ના તળાવો નર્મદા ના પાણી થી ભરવા ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્રારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીશ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સમી તાલુકા માં આવતા તળાવો ને પાઇપલાઇન અથવા કાચી કેનાલો દ્વારા ભરવા માંગ કરી છે. જો તળાવોઓમાં પાણી નાખવામાં આવે તો ઉનાળા માં પશુઓને પીવા ના પાણી ની જે તકલીફો સર્જાય છે તે કાયમી દૂર થઇ શકે. છેવાડા નો તાલુકો હોવાથી ઉનાળા માં પશુ પક્ષીઓને પાણી ની સમસ્યા ખૂબજ રહેતી હોય છે માટે તળાવો ભરવા ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે.

7600805049


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image