અમદાવાદ ની જનતા માટે વધુ એક શો ખુલ્લો મુકવામાં આવ્યો રિવરફ્રન્ટ પર એક તરફ ફ્લાવર શો ને બીજી તરફ પતંગ મોહત્સવ ૨૦૨૩ - At This Time

અમદાવાદ ની જનતા માટે વધુ એક શો ખુલ્લો મુકવામાં આવ્યો રિવરફ્રન્ટ પર એક તરફ ફ્લાવર શો ને બીજી તરફ પતંગ મોહત્સવ ૨૦૨૩


તા:-૦૮/૧/૨૦૨૩

વિશ્વના ૬૮ દેશોના ૧૨૬ પતંગબાજો અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો સહભાગી થયા આ વર્ષનો પતંગ મહોત્સવ G-20 ની થીમ 'વસુધૈવ કુટુંમ્બકમ વિશ્વ એક પરિવાર'ના ભાવ સાથે ગુજરાત ભરમાં ઉજવાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે.
વડાપ્રધાનશ્રીએ ઉત્સવો-તહેવારોને જન ભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી છે.ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે.પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે રૂ.૬૨૫ કરોડનું છે.૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે.
દર વર્ષ લાખો હજારો લોકો અમદાવાદ ની મુલાકાત અને પ્રવાસે આવતા હોઇ છે જેમાં અમદાવાદ ફલાવર શો અને પતંગ ઉત્સવ જોવા પણ આવતા હોય છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.