સોનીબજાર, વાણિયાવાડી, આજી સહિતના વિસ્તારોમાં મોટાપાયે વિજદરોડા
રાજકોટમાં વિજચોરી ડામવા માટે તંત્ર તૂટી પડ્યું હોય તેમ સતત પાંચમાં દિવસે દરોડા કાર્યવાહી હાથ ધરીને લાખો રૂપિયાની વિજચોરી પકડી હતી. આજે સોની બજાર જેવા વેપારી વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતાં.
પીજીવીસીએલના સૂત્રોએ કહ્યું કે સીટી ડીવીઝન-1 હેઠળના પ્રહલાદ પ્લોટ, સોરઠીયાવાડી તથા આજી-1 સબ ડીવીઝનના વિસ્તારોમાં આજે સવારથી ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. 35 ચેકીંગ સ્ક્વોડ ત્રાટકી હતી.
સોની બજાર, બોઘાણી શેરી, દરબારગઢ, ખત્રીવાડ, જુમા મસ્જીદ ઉપરાંત વાણીયાવાડી, ઘનશ્યામનગર, દેવપરા, નારાયણનગર, ત્રિશુલ ચોક, સહકાર મેઇન રોડ, સાગરનગર, મરઘાનગર, ચુનારાવાડ, કુબલીયાપરા, સાગર ચોક જેવા વિસ્તારોમાં મોટાપાયે ચેકીંગ હાથ ધરાયું હતું. દરોડા કાર્યવાહી દરમ્યાન ડાયરેક્ટ વિજ જોડાણ સહિતની ગેરરીતિ પકડાઇ હતી.
વિજતંત્ર દ્વારા ચાલુ સપ્તાહની શરુઆતથી જ મોટાપાયે દરોડા શરુ કરાયા હતા. સળંગ પાંચમા દિવસે ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. ગઇકાલે એક જ દિવસમાં 36 લાખ સહિત ચાર દિવસમાં એક કરોડની વિજચોરીનો પર્દાફાશ કરાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.