કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાત ગગરી આવત જાવત હે તેહિ પડત નિશાન' શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ની ભાઈ ઓ અને બહેનો બંને ની ટીમો વિજેતા - At This Time

કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાત ગગરી આવત જાવત હે તેહિ પડત નિશાન’ શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ની ભાઈ ઓ અને બહેનો બંને ની ટીમો વિજેતા


કરત કરત અભ્યાસ તે
જડમતી હોત સુજાત
ગગરી આવત જાવત હે તેહિ પડત નિશાન' શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ની ભાઈ ઓ અને બહેનો બંને ની ટીમો વિજેતા

(રિપોર્ટ ભરત ભડણીયા )
ગુજરાત રાજ્ય સરકાર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ માં શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ના ભાઈઓ અને બહેનો અંડર -૧૪ ખોખો ટીમો એ મેદાન માર્યું હતું. રાજકોટ જિલ્લા કક્ષા નો ખેલમહાકુંભ તરઘડી મુકામે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લા ની ટીમો એ ભાગ લીધો હતો. જેમાં શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ (તાં.વીંછિયા જી.રાજકોટ) ની ભાઈઓ અને બહેનો બંને ની ટીમો વિજેતા બનતા શાળા,પરિવાર અને ગામ નું નામ રોશન કર્યું છે. જિલ્લા કક્ષા ના આ ખેલમહાકુંભ માં ભાઈઓ અને બહેનો ના વિભાગમાં બંને ટીમો એ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી ને જિલ્લા કક્ષા એ સફળતા મેળવવા બદલ સમગ્ર શાળા પરિવારે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image