મુળી ના વગડીયા ની સર્વે નંબર (૫૨) જમીન માં કોલસાના કુવા પુરી દેવામાં આવ્યા - At This Time

મુળી ના વગડીયા ની સર્વે નંબર (૫૨) જમીન માં કોલસાના કુવા પુરી દેવામાં આવ્યા


*મુળી ના વગડીયા માં ખનીજચોરી નિષ્ફળ બનાવતું તંત્ર*

*સર્વે નંબર ૫૯ માં ચાલતાં કોલસાના કુવા પુરી દેવામાં આવ્યા*

મુળી તાલુકાનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ મળી આવે છે ત્યારે આજે વગડીયા નાં સર્વે નંબર ૫૯ માં માલિકીની જમીનમાં ખનીજ માફીયાઓ દ્વારા ખનન થતું હોય આ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી ત્યારે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર મામલતદાર મુળી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોલસા નાં કુવા નંગ આઠ પર ચરખી મશીન મુકી કોલસો કાઢવાનાં પ્રયત્ન નિષ્ફળ બનાવવા માં આવેલ હતાં જ્યારે કુવા માં કોઈ મજુર માણસો છે નહીં તેની સંપૂર્ણ તપાસ કરી ને આઠે આઠ કુવા પરની ચરખી મશીન સહિત માલ સામાન મશીનરી બીન વારસી મળી કુવા માં નાખી પુરી દેવામાં આવેલ હતાં આ કાર્યવાહી થી ગેરકાયદે કોલસા નાં આઠ કુવા ખોદવામાં અંદાજે ૪૦ થી ૫૦ લાખ ખર્ચનું નુકસાન ખનીજ માફીયાઓ ને થયેલ છે અને ભવિષ્યમાં કરોડો રૂપિયા નું ખનીજ ઉત્પાદન મેળવવા નાં મનસુબા ઉપર પાણી ફેરવી દેવામાં આવેલ હતું આ સમગ્ર કાર્યવાહી શ્રી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ ચોટીલા શ્રી કલેકટર સાહેબ સુરેન્દ્રનગર નાં સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ થયેલ હતું કોલસાની ખાણો પુરી દેવામાં આવતાં ખનીજ માફીયાઓ માં દોડધામ મચી ગઈ હતી તાલુકાનાં ગામોમાં હજું પણ મોટાપ્રમાણમાં ખનિજ ચોરી ધમધમી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવતાં મહદઅંશે ચોરી ઓછી થશે

બોક્ષ--

( મામલતદાર મુળી દ્વારા વગડીયા ની સર્વે નંબર ૫૯ માં જે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અનેક તર્કવિતર્કો સર્જાયા હતા જેમાં ચરખી મશીન કુવા ઉપર હોય તેમછતાં કેમ મુદામાલ કબ્જે કર્યો નથી? અને કુવામાં પુરી દેવામાં આવેલ માલિકીની જમીન હોય તેમછતાં તમામ કુવા નાં આરોપી કોઈ બતાવેલ નથી અને બીનવારસી કેમ બતાવેલ ? માટે શંકાસ્પદ કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે )

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.