હળવદ નગરપાલિકામાં ભાજપનો ભાગવો લહેરાતા ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ રાવલએ કાર્યકરો તથા મતદારોનો આભાર માન્યો
નગર પાલિકા ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ રાવલ ના નેતૃત્વમાં નગરપાલિકા માં 28 સીટ માંથી 27 સીટ પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવવા બદલ હ્યદયપૂર્વક અભિનંદન પાઠવ્યા
હળવદ નગરપાલિકાની ચૂંટણી આ વખતે ચાર પાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ આપ અને બહુજન સમાજ પાર્ટી સહીતના ૨૮ બેઠકો માટે ૭૦ થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા.
ચુંટણી પહેલાથીજ હળવદ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેશે અને 28 માંથી 28 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે તેવું ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ રાવલ એ મીડિયા સમક્ષ કહ્યું હતું જે હુંકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરેલા વિકાસના કાર્યો અને કાર્યકરોની મહેનતના લીધે તેમને વિરોધ પક્ષને ખુલ્લી ચેલેન્જ આપી હતી. અને સાથે સાથે તેમને એડવાન્સ માં કહ્યું હતું કે 18 તારીખે ચૂંટણીના પરીણામ દિવસે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લેહારશે તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારે નગરપાલિકાની 28 માંથી 27 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
આ ભવ્યજીતના સહભાગી બનેલા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવડિયા,સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા,હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, દાદાભાઈ ડાંગર તેમજ આ વિસ્તારના તમામ હોદેદારો, રાજકીય આગેવાનો, તમામ શ્રેણીના કાયકતૉઓ, શહેરના સવૅ મતદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી એક મજબુત સ્વનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવા માટે કટીબદ્ધ છે હળવદ નગરપાલિકાની 28 માંથી 27 બેઠક પર ભાજપનો ભોગવો લેરાવી પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતિને સમર્થન આપી ભવ્ય લીડ થી ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા સહભાગી બનેલા હળવદ શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ શહેરના તમામ મતદાતાઓનું જાહેર આભાર હળવદ નગરપાલિકા ચુંટણી ઇન્ચાર્જ અને હળવદ શહેર ભાજપ પુર્વ પ્રમુખ અજયભાઈ રાવલે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
